આજ રે શામતાબેન લાગ તમારો,    
  લાગ તમારો ને ભાગ અમારો.    
થાળી ભરી રૂપયા રે લેજો,    
  રૂપિયા અમારા ને થાળાઓ તમારી.    
આજ રે શાંતાબેન લાગ તમારો,    
  લાગ તમારો ને ભાગ અમારો.    
ખીલે બાંધેલી ગોયો રે લેજો,    
  ખીલડા તમારા ને ગાયો અમારી.    
આજ કઈ બેન ભાગ તમારો,    
  ભાગ તમારો ને લાગ અમારો.    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved