ગોરીનાં રૂસણાં.

ક્યા ભાઇ સુરત શહેર ગ્યાતા... ગોરીનાં રૂસણાં.    
શાતિભાઈ સુરત શહેર ગ્યાતા... ગોરીનાં રૂસણાં.    
હંસા વહુ ઘારી મંગાવે... ગોરીનાં રૂસણાં.    
આખું સુરત શહેર ફર્યા... ગોરીનાં રૂસણાં.    
  ઘારી ક્યાંયે ના દેખી... ગોરીનાં રૂસણાં.    
શાંતિભાઈ ભાઈબંધને પૂછે... ગોરીનાં રૂસણાં.    
  ભાઈબંધ શાને મનાવું... ગોરીનાં રૂસણાં.    
લીલા બાવળ વઠાવો, એની સોટીઓ બનાવો,    
સોટીઓ ચમ ચમ વીગે, ઘારી કદીએ ન માગે...    
  ગોરીનાં રૂસણાં.    
શબ્દાર્થઃ રૂસણાં-રિસામણાં.    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved