પાન તે સરખી પાતળી

  પાન તે સરખી પાતળી રે વીરા,    
    પાન તે મુખમાં બિરાજે, લાડીલા વીરને.    
  એવી રે હોય તો પરણજો રે વીરા ,    
    નહીતર સાહેલી પરણાવું રે, લાડીલા વીરને.    
  સોપારી સરખી વાંકડી રે વીરા,    
    સોપારી તે મુખમાં બિરાજે રે , લાડીલા વીરને,    
  એવી રે હોય તો પરણજો રો વીરા,    
    નહીતર સાહેલી પરણાવું રે,લાડીલા વીરને.    
  તલવાર સરખી ઊજળી રે વીરા,    
    તલવાર ભેટમાં બારાજે રે, લાડીલા વીરને.    
  એવી રે  હો, તો પરણજો રો વીરા,    
    નહીતર સહેલી પરણવું રે. લાડીલા વીરને.    
  નાળિયેર સરખી લીલ ગુલીલ રે વીરા,    
    નાળિયેર હાથમાં બિરાજે રે, લાડીલા વીરને.    
  એવી રે હોય તો પરણજો રે વીરા,    
    નહિતર સહેલી પરણાવું રે, લાડીલા વીરને.    
  રૂપયા સરખી ચંચળ રે વીરા ,    
  સુખી માણસની દીકરી પરણજો રે વીરા,    
  એવી રે હોય તો પરણજો રે વીરા,    
    નહીતર સાહેલી પરણવું રે, લાડીલા વીરને.    
શબ્દાર્થ : ભેટમાં- કુખમાં- કેડ ઉપર.    
સમજુતી:        
1) પાન સરખી પાતળી કન્યાં પરણજો.  
2) સોપારી સરખી વાંકડી(પ વાંકા બોલી ન હોય તેવી) કન્યા પરણજો.  
3) તલવાર જેવી ઊજળી સફેદ (પણ) તલવાર જાવી તીખી ન હોયતેવી કન્યાને પરણજો.  
4) નાળિયોર સરખી પાણી ભરી-મોટા હદયવાળી-સહનશક્તિના ગુણવાળી કન્યાને પરણજો. નાળિયેરલના છોડા જેવો કન્યાનો રંગ લાલ ગુલાબ હોય તેવી કન્યાં ને પરણજો.  
5) રૂપયો કોઈ પણ ઠેકાણે શાંત રહેતો નથી સ્થિર રહેતો નથી- ચંચળ બનીને લોકોના હાથમાં આમતેમ ફર્યા કરે છે- તેવી ચંચળ કન્યા પરણજો. રૂપયાવાળીની એટલે સુખી
માણસની દીકરી પરણજો જેથી ભવિષ્યમાં તમને કોઈ પણ જાતની મુશ્કેલીના વખતમાં સહારો મળે તેવી કન્યા પરણજો. આવો છે વરના હાથમાં આપેલાં પાન, સોપારી તલવાર,
નાળીયેર અને રૂપિયાનો અર્થ.
 
6) ઉપરનાં પાંચ ગુણવાળી કન્યા ન હોય તો પરણ્યા વિના પાછા આવજો, આવા ગુણવાળી મારી ઘણી સહેલીઓ છે. તેમાંથી હું તમને સાસામા સારી સહેલી પરણાવીશ. અને
એટલામાં જ વરની બહેનની સહેલીઓ આવી પહોચે છે, અને વરની બહેન તથા તાની સાહેલીઓ એકબીજાના ખબરઅંતર પૂછે છે.
 
   
પાન, સોપારી, તલવાર, નાળીયેર અને રૂપયા જેવા ગુણવાળી કન્યા જોઈએ.    
   
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved