(આ ગીત વરઘોડો શરૂ થતાં – વર ઉઘલાવતી વખતે- જાન પ્રસ્થાન વખતે અને કાઈ પણ સારા કામે જતાં ગવાય)
    શુકન જાઈને સંચરજો રે,    
    સામો મળિયો છે  જોશીડો રે,    
    શુકન આપીને પાછો વળીયો રે,    
      શુકન જોઈને....    
    સામે મળિયાં વાછરડું ને ગાય રે,    
    શુકન આપીને પાછાં જાય રે,    
      શુકન જોઈને....    
    ગામના ઘરડા સામે મળીયા રે,    
    આશિષ આપીને પાછા વળિયા રે,    
      શુકન જોઈને....    
    ફોટોગ્રાફર સામે મળિયા રે,    
    ફોટા લઈને પાછો વળિયો રે,    
      શુકન જોઈને....    
    યુવક મંડળ સામે આવ્યું રે,    
    સલામી આપીને પાછું વળિયું રે,    
      શુકન જોઈને....    
  શબ્દાર્થ: સંચરજો- નિકળજો-પગલાં માડજો.સ્ત્રીઓ શુકન જોઈને રે ગીત ગાય છે ત્યારે વરરાજા શું કરે છે ?    
         
    લાડણો પાન ચાવે ને રસ ઢોળે.    
     
     
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved