તોપ ફૂટે રંગ મહેલમાં રે,    
  પડે રે નગારાંની ધ્રાસ... ભ્રમર તારી જાનમાં રે.    
  ભડાકા થાય રાજમાર્ગમાં રે,    
  પડે રે દારૂખાનાની ધ્રાંસ...ભ્રમર તારી જાનમાં રે.    
  દાદા વિના કેમ ચાલશે રે,    
  દાદા નટુભાઈ આવે છે સાથ... ભ્રમર તારી જાનમાં રે.    
  કાકા વિના કેમ ચાલશે રે,    
  કાકા કેશુભાઈ આવે છે સાથ... ભ્રમર તારી જાનમાં રે.    
  વીરા વિના કેમ ચાલશે રે,    
  વીરા વિઠલભાઈ આવે છે સોથ... ભ્રમર તારી જાનમાં રે.    
અને,        
ગામના ગોદરે જાનૈયા એકઠા થાય છે અને જાનૈયાઓને મોટરોમાં બેસવાની સૂચના આપતો ઢેલ પર ડંકો પડે છે.  
  ડંકો વાગ્યો જાનૈયા હોંશે ચાલજો રે!    
  હોંશે ચાલજો રે ! હોંશે ચાલજો રે!    
    ડંકો વાગ્યો જાનૈયા હોંશે ચાલજો રે !    
અને વર એ તો બે દિવસના રાજા જ મે ? તેમની મોટર પ્રથમ નીકળે ત્યારબાદ જાનૈયાઓની મોટરો પ્રયાણ કરે છે અને મોટરોમા પ્રયાણ સાથે જ સ્ત્રીઓનું ગીત ગાજી ઊઠે છે.  
         
  ડંકા વાગ્યોને લશ્કર ઉપડ્યું જરમરિયા ઝાલ્યા.    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved