દેવને વધામણું

 
સોનાનો સૂરજ ઊગિયો
  હું તો થાળ ભરું રે શગ મોતિડે    
  હું તો ઉમિયાજી વધાવા જઈશ    
  મારો સોના સરીખો સૂરજ ઊગિયો.  
  હું તો ભાઈ રે કયા ભાઈ તમને વિનવું    
  હું તો ભાઈ રે રમણભાઈ તમને વિનવું    
  તમારા ભાઈબંધો લેજો સાથ    
મારો સોના સરીખો સૂરજ ઊગિયો.
  હું તો વહુ રે ક્યાં વહુ તમને વિનવું    
  હું તો વહુ રે શાંતા વહુ તમને વિનવું    
  તમારી બેનપણીઓ લેજો સાથ    
  મારો સોના સરીખો સૂરજ ઊગિયો.
શબ્દાર્થઃ      
  રાગ-ભરપૂર, મોતિડે-મોતીથી-મોતી જેવા ચોખાથી, સોના સરીખો-સોના જેવો.
સમજૂતીઃ      
  (1) પાટીદારોના કોઈ પણ શુભ પ્રસંગની શરૂઆત દેવના વધામણાથી થાય છે.
  (2) દેવના વધામણાનો પ્રસંગ ઊભો થવો એ સોનાનો સૂરજ ઉગવા સમાન સદ્ભાગ્ય મનાય છે.
(3) આથી ભાઈને પોતાના મિત્રો-મિત્રોનું લાવલશ્કર તથા ભાભીને પોતાની બહેનપણીઓ (સાહેલીઓ) સાથે લઈને ઉમંગભેર દેવસ્થાને જવાનું સૂચવ્યું છે.
   
  સોનાનો સૂરજ ઊગવો એટલે કોઈ પણ સારો પ્રસંગ ઊભો થવો તે
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved