પોંખણા ગીત

અને હવે:  
વર તોરણ નીચે બાજઠ પર ઉભા રહે છે. અને કન્યા પક્ષની સ્ત્રીઓ(કન્યાની માતા)પોંખણાઓ લઈને વરને પોંખે છે.  
  સીતાને તોરણ રામ પધાર્યા ,    
    લે જે પનોતી પેહેલું પોંખણું.    
  પોંખતાં રે વરની ભ્રમર ફરકી,    
    આંખલડી રતને જડી,    
  રવાઈએ એ વર પોંખો પનોતાં,    
    રવાઈએ ગોળી સોહામણી,    
  સીતાને તારણ રામ પધાર્યા,    
    લે જે પનોતી બીજું પોમખણું.    
  ઘોંસરીએ એ વર પોંખોં પનોતાં,    
    ધોસરીએ ધોરી સોહામણા.    
  સીતાને તોરણ રામ પધાર્યા,    
    લે જે પનોતી ત્રીજું પોખણું.    
  તરાકે એ વર પોંખો પનોતાં,    
    તરાકે રેંટિયો સોહામણો.    
  સીતાને તારણ રામ પધાર્યા,    
    લે જે પનોતી ચોથપમ પોખણું.    
  પીંડીએ એ વર પોખો પનોતાં,    
    પીંડીએ કર સોહામણા..    
સમજુતિ:        
પનોતી એટલે પુણ્યવંતી સાસુ  
1) શ્રમજીવી સમાજને જીવનમાં જરૂરી એવાં ચાર સાધનો પર રચાયેલા સેસારનું આ ગીતમાં દર્શન થાય છે. આ ચારે સાધનોનું 1) રવાઈઓ 2) ધૂંસરી 3) ત્રાક અને
4) ઈંડીપિડીનું મહત્વ આ ગીતમાં જ સમજાવ્યું છે
 
2) પોંખણા શબ્દ સંસ્કૃત પુષ- એટલે પેષણ કરવું એ શબ્દમાંથી નીકળ્યો છે. રેષ ઉપરથી પોષણા અને પોંખણા શબ્દો નિકળ્યા છે.  
3) આમ પોંખણા એટલે કુટુંબનું ભરણપોષણ કરી શકે તેવાં વરવધૂ બન્યાં છે તે સમજાવવાનો અર્થ છે.(પુષ-પુષ્પવતિ-પોષણ-પોંખણાં)  
4) આ પોષણ કરવાની શક્તિની કસોટી કરવા માટે જ પનોતી (પુણ્વંતિ સાસુ) આ બંને વરકન્યાની કસોટી કરે છે, તે સમયે આ પોંખણાંનું ગીત ગવાય છે અને કહે છે કે
રામ અને સીતા સરખા આ જોડની પોશણ શક્તિની પરીક્ષા લઈ જો.
 
પોંખણાનાં ચારે સાધનોના અર્થ  
1) રવૈયો:      
સીતાના તોરણે રામ પધાર્યા ત્યારે જેવા દીપતા હતા તેવાજ આ સીતારામ જેવા જોડાની હે પનોતી (પુણ્વંતિ સાસુ) તું, પહેલું પોંખણું લઈ પરીક્ષા કર.  
તારા ઘરમાં રવૈયો વાપરવા માટેનાં દૂઝણાં ગાય ભેંસ વસાવ્યાં છે ? કારણ કે દૂઝણાથી દૂધ, ઘી, માખણ, છાશ વગેરે જીવન તત્વો મળી આવે છે. જે રીતે દૂઝણાથી ગોરસ
વહાલા લાગે છે તે જ રીતે રવૈયાથી વલોણું કરવા માટેની ગોળી સોહામણી લાગે છે.
 
આવી વ્યવસ્થા કરી આપવા માટે પાટીદાર કન્યાઓને પહેલા મંળપમાં ભેંસનાં દાન
આપવામાં આવતાં હતાં.
 
2) ધોસરું :    
તારા ઘરમાં ખેતી કરવા માટેનું, હળનું કે ગાડાંનું ધોસરું છે ? ધોરી (બળદ) ધોસરે છે અને એવી ખેતી કરીને અનાજ પેદા કરી શકાય છે.  ખેતી એ શ્રમજીવી મનુષ્યના
પોશણનું મુખ્ય કાર્ય છે. જે ઘરમાં ખેતી થતા હોય અને ખેતી લાયક, સારા બળદ હોય તે ઘરની શોભા વધે છે.
 
આવા બળદ અએ ખેતી વ્યવસ્થા કરી આપવા માટે પાટીદાર કન્યાઓને બીજા મંળપમાં ગાય, અને ભૂમિના દાનમાં આપવામાં આવતા હતા  
3)રેંટિયાની ત્રાક::    
તારા ઘરમાં દેશના લોકોને કપડાં પૂરાં પાડનાર, દેશની શોભા વધારનાર વસ્ત્ર ઉત્પન્ન કરવાનુમ સાધન રેંટિયો છે ?  
રેંટિયાનું મુખ્ય અંગ ત્રાક છે  
જે ઘરમાં રેંટિયો હોય તે ઘરના માણસો આળસું રહેતા નથી, આખો દિવસ શ્રમભર્યો વીતે છે અને કુંટુંબ તથા કુળની લજ્જા ઢાંકનાર વસ્ત્રો પણ મળે છે.  
આવા કપડાંની વ્યવસ્થા કરી આપવા માટે પાટીદાર કન્યાઓને ત્રીજા મંગળમાં રેંટિયાના દાન અપાતાં હતાં.  
4) પોંખણના સાબેલું અને ઈંડિ-પિંડી:    
તારા ઘરમાં અનાજ ખાંડવાનું સાંબેલું છ ! સાંબેલા વડે અનાજ ખાંડીને ખાવા જેવું બનાવી શકાય છે. આ માટે ઈંડિ-પિંડી (હાથ વડે બનાવેલા લોટ અથવા રાખનાં મુઠિયાં)  
વડે વરને પોંખીને તેના હાથ મજબૂત બનાવવાની સલાહ આપવામાં આવે છે
.
 
આવી વ્યવસ્થા કરવા માટે પાટીદાર કન્યાંઓને મંગળમાં સાંબેલું, ઘંટી વગેરે ઘર ઊપયોગી સાધનો દાનમાં આપવામાં આવતા હતાં.  
આવો છે પોંખણના ગીતનો મહિમા. આ મહિમા આજનાં વરકન્યા, વરકન્યાંના માબાપ, સમાજ અને ખૂદ ગોર પણ જાણતા નથી.  
ખરી રીતે તો આ બધી ગૃહસ્થાશ્રમના અંગ સમી સાધન સામગ્રી અમે(વરવધૂએ) ઘરમા વસાવી છએ તેની ચોક્કસપણે ખતરી આપવા માટે પોંખમાની આ પવિત્ર ક્રિયા
યોજાઈ છે.
 
પૂજ્ય મહાત્મા ગાંધીજી એ સર્વોદયના પાયામાં જે શ્રમજીવન દર્શાવ્યું છે. તેનું જ જાણે પોંખણગીતમાં કવિતારૂપે નજર પડે છે.  
પોંખણા વખતે ગવાતા આ ગીતોથી આ પવુત્ર સંસ્કાર વિધિને પાટીદાર સ્ત્રીઓ હાસ્ય રમૂજનો પ્રસંગ બનાવી મૂકે છે અને ગાય છે.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved