આધુનિક પોંખણા ગીત

પણ હવે :      
જમાનો પલટાયો છે. શ્રમજીવી પાટીદારોની જીવવાની રીત પલટાઈ છે. પાટીદારો ખેતીના બદલે વેપાર, ઉધ્દોગ અને નાના મોટા ધંધાઓમાં જોડાઈ ગયા છે.  
પાટીદાર સમાજ શ્રમજીવી સમાજ છે. તેમના જીવમાં જરૂરી એવાં બધાં સાધનો 1) ધૂંસરી 2)રવૈયો 3) સાંબેલું  અને 4) ત્રાક એ ચારે સાધનો હાલમાં બદલાઈ ગયાં છે.  
આ ચારે સાધનોનું સ્થાન હાલમાં 1) કલમ 2) ચાવી 3) ચોપડો અને 4) ચેકબુકે લીધું છે. એટલે પાટીદારનાં પોંખણા ગીતની પવિત્ર સંસ્કાર વિધિનો મહિમા સાચવવો હોય તો હવે પાટીદારો સ્ત્રીઓએ પોંખણા વિધિ વખતે નીચેનું ગીત ગાવું જોઈએ.  
  સીતાને તોરણ રામ પધાર્યા,    
  લે જે પનોતી પહેલું પોંખણું,    
    પોંખતાં રે વરની ભ્રમર ફરકી.    
    આંખલડી રતને ભરી... સીતાને.    
  કલમે એ વર પોંખોં પનોતાં    
  કલમે જ્ઞાન સોહામણું    
    સીતાને તોરણ રામ પધાર્યા,    
    લે જે પનોતી બીજું પોંખણ,    
  ચાવીએ એ વર પોંખો પનોતાં    
  ચાવીએ દુકાન સોહામણી..... સીતાને.    
    સીતાને તોરણ રામ પધાર્યા,    
    લે જે પનોતી ત્રીજું પોંખણું,    
  ચોપડે એ વર પોંખો પનોતાં,    
  ચોપડે વેપાર સોહામણો    
    સીતાને તોરણ રામ પધાર્યા,    
    લે જે પનોતી ચોથું પોંખણું.    
  ચોકબુકે એ વર પોંખો પનોતા;    
  ચેકબુકે બેન્ક સોહામણી,    
    સીતાને તોરણ રામ પધાર્યા,    
    લે જે પનોતી છેલ્લું પોંખણું    
  આશીષ દેજો વર-વધુને,    
    શ્રમજીવી જીવન જીવજો......સીતાને.    
આધુનિક પોંખણા ગીતનાં ચાર સાધનો પરણવા આવેલા વરને શું સમજાવે છે ?  
1) કલમ : તમે ભણીગણી હોંશીયાર બનીને જ્ઞાન મેળવ્યું છે કે કેમ ! આવું જ્ઞાન ન  મેળવો ત્યાં સુધી તમે પરણવાને લાયક બનતા નથી.  
2)ચાવી : તમે ભણીગણીને વેપાર ધંધો કરવા માંગો છો કે કેમ ? વેપારધંધાનું અગત્યનું સાધન દુકાનની ચાવી એ તમે કબજે રાખી શકશો કે કેમ ?  
3) ચોપડો : તમને નામું લખતાં આવડે અને નાંણાની લેવડદેવડનો હિસાબ રાખી શકો ત્યારે જ તમે પરણવાને લાયક બની શકો છો.  
4) ચોકબુક : તમને બેંકની લેવડદેવડ આને ચેકબુક ઉપરનો કાબૂ રાખતાં આવળે ત્યારે જ તમે પરણવાને લાયક બની શકો છો.  
   
પોંખણાનાં નવા સાધનો- કલમ, ચાવી. ચોપડો, ચેકબુક  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved