કન્યા પધરાવતા

  (ઢાળ-પહેલું પહેલું મંગળીયું વરતાય રે)  
  મામા આવી કન્યા.... ને પધરાવે રે,  
  તરત જ ત્યાં તો અંતરપટ ધરાય રે,  
  મંગળ શ્લોકો મોટાથી બોલાય રે,  
  સમય વરતે સાવધાન ભણાય રે,  
  જ્યારે સમય હસ્ત-મેળાપનો થાય રે,  
  ત્યારે અંતરપટને દૂર કરાય રે,  
  વરમાળાને વસ્ત્ર... ગ્રંથન થાય રે,  
  સાચા સમયે હસ્તમેળાપ જ થાય રે,  
  કન્યા પિતા ગોત્ર ઉચ્ચાર કરે જ રે,  
  લગ્નવિધિ ત્યારે જ પૂરી જ થાય રે.  
સમજુતિ:      
1) મામા કન્યાને પધરાવે છે એટલે કન્યાના આ લગ્નમાં મો,ળની પણ સંમતિ છે તેવો ભાવાર્થ છે.
2) કન્યા પધરાવે છે એટલે તરત જ અંતરપટ ધરાય છે. આવું અંતરપટ ધરવું જરૂરી નથી. અંતરપટ ધરવું, તે શાસ્ત્રોક્ત નથી !
3) મંગળ શ્લોકો કન્યાંનાં લગાવહાલાં અને વડિલોએ બોલવાં જોઈએ. ગોરમહારાજ મંગળશ્લોક બોલે તે શાસ્ત્રોક્ત તથી.
4) મંગળશ્લોકો બોલતી વખતે સમય વરતે સાવધાન બોલાય છે. આ શાસ્ત્રોક્ત નથી અને જરૂરી નથી.
5) ગોત્રોચ્ચાર કન્યા પિતાએ પોતે જ કરવા જોઈએ.
 
અંતરપટ અને સમય વરતે સાવધાનનાં નાટક બંધ કરવા જોઈએ.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved