આ રે કન્યાનો હાથ પકડો વરરાજા.    
આ રે કન્યા તમને સોંપી વરરાજા,    
અમારું રતન તમને સોંપ્યું વરરાજા.    
તોનું જતન કરી જાણો વરરાજા,    
  ઈંદ્ર ઈંદ્રાણીનું જોડું વરરાજા.    
અમારા બેની તમને સોંપ્યાં વરરાજા,    
માડીનાં હેત તમને આપ્યાં વરરાજા.    
તેને સંભાળીને રાખજો વરરાજા,    
  ઈંદ્ર ઈંદ્રાણીનું જોડું વરરાજા.    
  આ રે કન્યાનો હાથ......    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved