વર વહુ ના હાથ મળ્યા

થાળી થમકી ને વરવહુના હાથ મળ્યા,    
વાજાં વાગ્યાં ને વરવહુના હાથ મળ્યા.    
હૈયાં હરખ્યાં ને વરવહુંના હાથ મળ્યા.    
પ્રેમે નીરખ્યાં ને વરવધુના હાથ મળ્યા.    
  જેમ નદીનો નાથ મળ્યા,    
  તેમ વરને કન્યાને હાથ મળ્યા,    
  જેમ દૂધમાં સાકર જાય ભળી,    
  તેમ વર ને કન્યાની જોડ મળી.    
  જેમ ફૂલમાં હોય સુવાસ ભળી,    
  જેમ શોભે છે લહેરો સાગરમાં,    
  તેમ વરકન્યા શોભે માંયરામાં,    
  તેમ વરકન્યા શોભે માયરામાં.    
  જેમ ઈંદ્ર ઈંદ્રાણીની જોડ મળી,    
  તોમ વરને કન્યાની જોડ મળી.    
       
અને હવે હસ્તમેળાપ પછી આવે છે મંગળફેરા  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved