પહેલું પહેલું મંગળીયું વરતાય રે,    
    પહેલે મંગળ ગાયના દાન અપાય રે.    
    પહેલે મંગળ ભૂમિનાં દાન અપાય રે.    
  બીજું બીજું મંગળીયું વરતાય રે,    
    બીજે મંગળ હીરાનાં દાન અપાય રે,    
    બીજે મંગળ મોતીનાં દાન અપાય રે.    
  ત્રીજુ ત્રીજુ મંગળીયું વરતાય રે,    
    ત્રીજે મંગળ નાણાંનાં દાન અપાય રે,    
    નાણાં એ તો બેન્કે જઈ મૂકાય રે.    
  ચોથું ચોથું મંગળીયું વરતાય રે,    
    ચોથે મંગળ મકાનનાં દાન અપાય રે,    
    ચોથે મંગળ શુભ આશિષ અપાય રે.    
  આવાં રૂડાં મંગળીયાં વરતાયરે,    
  જુદા જુદા દાનના ઢગલા થાય રે.    
સમજુતિ:        
1) હસ્તમેળાપ પછી વિધિ પ્રમાણે ખરી ક્રિયા લાજા હોમની આવે છે. લાજા એટલે ડાંગર અને લાજાહોમ એટલે અગ્નિમાં ડાંગર હોમવાની ક્રિયા.  
2) આ હોમ કરતી વખતે  ચાર વખત વરકન્યા અગ્નિમાં ડાંગર હોમે છે અને આ ચોરે વખતે વરકન્યા અગ્નિની પ્રદક્ષિણા કરે છે.  
3) લોકો તેને અગ્નિની પ્રદક્ષિણાને બદલે મંગળ ફેરા કરે છે.અને હવે મંગળફેરા પછી આવે છે સપ્તપદીની સોત-પ્રતિજ્ઞાઓ.  
   
મંગળફેરા એટલે અગ્નિની પ્રદક્ષિણા  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved