સપ્તપદી પછી આવે છે કંસાર જમાડવાની વિધિ અને પરણવાની પવિત્ર પુરૂષ બોલે છે-
      માથે મોડ હાથમાં વાઢી,    
        કંસાર પીરસવા આવે કન્યાની માડી.    
  નોંધ : કંસારને બદલે બરફી પેંડા અને વાઠીને બદલે વાટકી ચાલી શકે    
    લાડી લાડો જમે છે કંસાર, મેં જાણ્યું.... રે.    
    લાડો લાડીને જમાડે રે, મેં જાણ્યું.... રે.    
    લાડો જમાડે છે ચાર વાર, મેં જાણ્યું... રે.    
    લાડીના હોઠ મલકી જાય, મેં જાણ્યું ...રે.    
    લાડી લાડાને જમાડે રે, મેં જાણ્યુ....રે.    
    લાડી જમાડે છે ચાર વાર, મેં જાણ્યું.. રે.    
    લાડો હસતો હસતો ખાય, મેં જાણ્યું... રે.    
    લાડી લાડો જમે છે કંસાર, મેં જાણ્યું... રે.    
  સમજૂતિ :      
  લાડો લાડીને ચાર વાર કંસાર જમાડતાં નીચેના ચાર મંત્રો બોલે છે :  
  1) પ્રાણેભ્યો નમ:-હું મારા પ્રાણને તારા પ્રાણ સાથે જોડું છું.  
  2) અસ્થિભ્યો નમ:- હું મારા હાડકાંને તારા હાડકાં સાથે જોડું છું.  
  3) માસેભ્યો નમ:-હું મારા સ્નાયુઓને તારા સ્નાયુ સાથે જોડું છું.  
  4) ત્ચેભ્યો નમ:-હું મારા ચામડીને તારી ચામડી સાથે જોડું છું.  
  5) લાડી એ લાડાને જમાડતી વખતે મંત્ર બોલવાના નથી.  
     
કંસારના ચાર કોળિયા જમાડવા એટલે વરના પ્રાણ, હાડકાં, સ્નાયુ અને ચામડીને કન્યાનાં જે તે અંગો સાથે જોડવામ તે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved