અને હવે,      
કંસાર જમણ પછીસૌભાગ્વતી ભવના આશીર્વાદ અપાય છે. ત્યારબાદ સગાંસંબધીઓ અને મિત્રો તરફથી વર-કન્યાને પ્રેઝન્ટો (ભેટ) અપાય છે અને સ્ત્રીઓ ગાજી ઊઠે છે.  
  સાચી ખોટી પ્રેઝન્ટો અપાય રે,    
  થાળી, વાટકા, વાસણો અપાય રે,    
    કન્યા ઘરે વખારે નંખાય રે.... સાચી.    
  સાડી, કપડાં, સાધનો અપાય રે,    
    જેના ખોટા ઢગલાઓ થાય રે... સાચી.    
  નાના મોટા દાગીના અપાય રે,    
    જેને ખોટી કિંમતે વેચાય રે... સાચી.    
  કોફી, પ્યાલા, ડિનરસેટ અપાય રે,    
    કન્યા ઘરે લાવીને અથડાય રે..સાચી.    
  આવી ખોટી પ્રેઝન્ટો અપાય રે,    
    તેને બદલે નાંણાં આપો આજ રે... સાચી.    
  નાંણા બેન્કે જઈને મૂકાય રે,    
    જેના વ્યાજની આવક કેવી થાય રે... સાચી.    
સમજુતિ:        
1)પ્રેઝન્ટમાં આપેલાં વાસણ, સાધન, દાગીના, ફર્નિચર આમાંનું કાંઈ જ કન્યાના ઘેર યોગ્ય અને સાચા અર્થમાં ઉપયોગમાં લઈ શકાતું નથી.  
2) પ્રેઝન્ટમાં રોકડાં નાણાં, ચેક અથવા પ્રેઝન્ટ ડ્રાફ્ટ આપવા જોઈએ. મામા અથવા ભાઈએ કન્યાને બેન્કમાં ખાતું ખોલાવી આપવું જોઈએ.  
   
હવે આ સાધનો બદલી નાંખવા જોઈએ.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved