પરણ્યાં એટલે પ્યારાં વહુજી, ચાલો આપણા દેશ રે,    
  ઊભા રહો તો માંગું મારા, દાદા પાસે શીખ રે.    
  હવે શાની શીખ રે લાડી, ચાલો આપણા દેશ રે.    
    પરણ્યાં એટલે પ્યારાં વહુજી ચાલો....    
  ઊભા રહો તો માગું મારાં, માતા પાસે શાખ રે.    
  હવે શાની શીખ રે, ચાલો આપણા દેળ રે.    
    પરણ્યાં એટલે પ્યારાં વહુજી ચાલો....    
  ઊભા રહો તો માગું મારા, વીરા પાસે શાખ રે,    
  હવે શાની શીખ રે વહુજી, ચાલો આપણા દેશ રે,    
  પરણ્યાં એટલે પ્યારાં વહુજી, ચાલો આપણા દેશ રે.    
સમજતી:        
1) કન્યા પરણે છે એટલે તેના માબાપ અને ભાઈ સાથેનો સંબંધ ઓછો થાય છે.  
2) કન્યા પરણે છે એટલે તેના પતિનું ઘર એ કન્યાનું ઘર બને છે.  
3) કન્યા પરણે છે એટલે તેનાં માબાપ સાથેના તેના સંબંધ ઓછો થાય છે, તેના પતિ અને તેની પતિનો દેશ એ જ તેના સાચા સંબંધી છે તેમ સંજાવવાનો આ ગીતનો ભાવાર્થ છે.  
   
પરણ્યાં એટલે પ્યારાં લાડી,  
ચાલો આપણા દેશ રે....  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved