પરદેશી પોપટડો

  એક તે પરદેશી પોપટડો,    
  માતાના ખોળા બેને વિસારી મૂક્યા,    
  સાસુના ખોળા વહાલા લાગ્યા શાંતાબા બેની,    
    દેખંતા ડુંગર બેનને વાલેરા લાગ્યા.    
  દાદાના ખોળા બેને વિસારી મૂક્યા,    
  સસરાના ખોળા વહાલા લાગ્યા શાંતાબા બેની,    
    દેખંતા ડુંગર બેનને વાલેરા લાગ્યા.    
  પાછું જુઓ તો તમને વીરા બોલાવે,    
  વીરાનાં વહાલ ના વિસરા શાંતાબા બેની,    
    દેખંતા ડુંગર બેનને વાલેરા લાગ્યા.    
  પાછું જુઓ તો તમને બેનો બોલાવે,    
  બેનોના સાથ ના વિસરો શાંતાબા બેની,    
    દેખંતા ડુંગર બેનને વાલેરા લાગ્યા.    
સમજુતી:        
1) કન્યા સાસરે ગયા પછી તેનાં માબાપ કરતા તેના સાસુસસરા પર વધારે હેત રાખે છે.  
2) કન્યા સાસરે ગયા પછી તેના ભાઈ કરતા તેના પતિ પર વધારે હેત રાખે છે.  
3) કન્યાને પારકાંને પોતાનાં કરતાં આવડવું ડોઈએ, પારકાંને પોતાના કરતાં ડુંગર પર ચઢવા જેરલી મુશ્કેલીઓ પડે  તો પણ તે વેઠી લેવી જોઈએ. તેમ સમજાવવાનો આ ગીતનો ભાવાર્થ છે.  
   
દેખંતા ડુંગર બેનને વાલેરા લાગ્યા.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved