આવ્યો પરદેશી પોપટો

  આવ્યો પરદેશી પોપટો રે,    
    રમીઓ માંડવડા હેઠ વેવાઈનો દીકરો રે.    
    આવ્યો પરદેશી પોપટો રે.    
  હું તમને પૂછું.... મારા શાંતાબા બેની,    
    આવડા દાદાજીનાં રાજ્યનાં રાજ્ય મૂકી કેમ ચાલશો રે.    
    આવ્યો પરદેશી પોપટો રે.    
  ભૂખ્યાનો ભરમાડો રે,    
  તરસ્યાં.... નો દાતાર વેવાઈનો દીકરો રે,    
  હું તમને પૂછું...મારાં શાંતાબા બેની    
    આવડાં માતાનાં રાજ્ય મૂકી કેમ ચાલશે રે,    
    આવ્યો પરદેશી પોપટો રે.    
    રમીઓ માંડવડા હેઠ વેવાઈનો દીકરો રે,    
  હું તમને પૂછું ......મારા શાંતાબા બેની,    
    આવી સાહેલીઓના સંગ મૂકી કેમ ચાલશો રે.    
    આવ્યો પરદેશી પોપટો રે,    
    રમીઓ માંડવડા હેઠ વેવાઈનો દીકરો રે.    
શબ્દાર્થ : ભરમાળુડો-ભરમાવનાર, તરસ્યાનો દાતાર-તરસ્યાને પાણી પાનાર. હેઠ પાનાર, હેઠ-નીચે.    
સમજુતી:        
રાજસ્થાનમાં આ ગીત કન્યા વિદાય વખતે મેવાડની હિંદી ભાષામાં ખૂબ લાંબા અને કરૂણ સ્વરમાં દવાય છે.  
   
આવડાં માતાનાં રાજ્ય મૂકી કેમ ચાલશે રે !  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved