હાંરે લાડી લાલ ગુલાલ, હારે લાડી ચતુરસુજાણ    
  અજાણી ધરતીમાં રે લાડીજી તારું    
    કોણ સગું મારા રાજ.... હાંરે.    
  પાઘડીના પેચે રે, લાડીજી તમને લઈ ચાલ્યા મારા રાજ,    
  જીભલડીના જોરે રે, લાડીજી તમને લઈ ચાલ્યા મારા રાજ,    
  છોગલને છેડે રે, લાડીજી તમને લઈ ચાલ્યા મારા રાજ,    
    હાંરે લાડી લાલ ગુલાલ, હાંરે લાડી ચતુરસુજાણ.    
    અજાણી ધરતીમાં રે લાડીજી તારું    
    કોણ સગું મારા રાજ.... હાં રે લાડી.    
શબ્દાર્થ :        
1) આંખના ફરકે અથવા પલકારો મારે એટલા સમયમાં.  
2) પાઘડીના પેચે-વાકચૂંકા આંટાવાડી પાઘડી પહેરનાર દાવપેચ કરી જાણે છે તેવા દાવપેચ કરીને.  
3) છોગાલાને ઠેડે-વરરાજાના માયા ઉપરના ફેંટાના છેદલનાં છેડા ઉપર તને મોહિત કરીને.  
4) જીભલડીના ડોરે-મીઠી ભાષા બોલીને.  
5) ચતુરસુજાણ-કન્યા જ અજાણી ધરતીમાં અજાણ્યાં માણસોને પોતાના બનાવી શકે તે સમજાવવાનો આ ગીતનો ભાવાર્થ છે  
   
અજાણી ધરતીમાં રે લાડીજી તારું  
કોણ સગું મારા રાજ.... હાં રે લાડી.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved