શુકન જોઈને સંચરજો રે    
  લાંબી તે લાંબી સરવરિયાની પાળ,  
  એ રે પાળે તે મોતી નીપજે.    
  મોતી તે લાધ્યું ભાઈ વર હાથ,    
  ઘેરે આવીને ઝઘડો માંડિયો.    
  દાદા તે મોરા મુજને પરણાવ,    
  મુજને પરણવાની હોંશ ઘણી.    
  દાદા મોરા એ વહુ પરણાવ,    
  એ વહુ છે વેવારિયાં રે!  
  ખરચું તે ખરૂચં લાખ બે લાખ,    
  મોભીને પરણાવું ઘણા હોંશથી.    
શબ્દાર્થઃ લાધ્યું-મળ્યું, મોભી-મોટો દીકરો.    
       
સમજૂતીઃ      
પાંચમા ગીતમાં કેવો વર પસંદ કરવો તેનું વર્ણન છે. આ ગીતમાં કેવી કન્યા પસંદ કરવી તેનું વર્ણન છે. કન્યા કેવી જોઈએ?  
‘’મોતી તે લાધ્યું ભાઈ વર હાથ’’
કન્યા મોતી જેવી જોઈએ, મોતી જેવી કન્યા એટલે શું?
(1) મોતી જેવી સફેદ, ઊજળી અને દેખાવડી.  
(2) સોના ચાંદી અને બીજી ગમે તેવી હલકી ધાતુમાં મોતીનો દાણો ગોઠવવાથી તે દાગીનાની કિંમત વધી જાય છે. આ પ્રમાણે કન્યા ગમે તે કુટુંબમાં આવવાથી તે કુટુંબની પ્રતિષ્ઠા, માન, મોભો અને આવક વધે ત્યારે એ કન્યા મોતી જેવી ગણાય.  
(3) ‘એ વહુ છે વેવારિયાં રે’ – વહુ ઘરનો વ્યવહાર ચલાવે તેવી કરકસરવાળી, ગંભીર સ્વભાવની અને ઠરેલ જોઈએ.  
   
દાદા મોરા એ વહુ પરણાવ એ વહુ છે વેવારિયાં રે!  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved