અને હવે,    
  સગાંવહાલાં કન્યાને કેવા ઘેર પરણવું તેની લાહ આપે છે.    
  તાંબાકુંડી    
  તાંબાકુંડી સવા ગજ ઊંડી,    
    તે ઘેર બેની પરણજો રે.............તાંબાકુંડી    
  માતા સરખાં સાસુ હોય તો,    
    તે ઘેર બેની પરણજો રે.............તાંબાકુંડી    
  પિતા સરખા સસરા હોય તો,    
    તે ઘેર બેની પરણજો રે.............તાંબાકુંડી    
  બેની સરખી નણદી હોય તો,    
    તે ઘેર બેની પરણજો રે.............તાંબાકુંડી    
  વીરા સરખો દિયેર હોય તો,    
    તે ઘેર બેની પરણજો રે.............તાંબાકુંડી    
  રામ સરખા સ્વામ હોય તો,    
    તે ઘેર બેની પરણજો રે.............તાંબાકુંડી    
સમજૂતીઃ      
તાંબાકુંડી સવા ગજ ઊંડી. સવા ગજ 21/2=ફૂટ, પાટીદારોને ત્યા ધોવાનાં કપડાં એકઠાં  
કરવા માટે તાંબાકુંડી વપરાતી. આવી 21/2 ફૂટ, ઊંડી તાંબાકુંડી હોય એટલે કે, જેને ત્યાં નહાતાં ધોતાં આટલાં બધાં કપડાં નીકળતાં હોય તેના ત્યાં કન્યાને પરણવાની સલાહ આપવામાં આવે છે.  
ઊંડી તાંબાકુંડી એટલે જે કુટુંબમાં માયાળુ અને પ્રેમાળ માણસો હોય તે  
સાસુ, સસરા, દિયેર, જેઠ વગેરે માયાળુ અને મળતાવડા સ્વભાવનાં હોય તે ઘેર દિકરી પણાવવી જોઈએ.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved