ઊંચો માંડવો રોપાવો,    
    લીલી પાંદડી પડાવો મારા રાજ.    
  બેનના મામા તેડાવો,    
    બેની મામીઓ તેડાવો મારા રાજ.    
    લાડે કોડે ભાણેજ પરણાવો મારા રાજ.    
  ઊંચો માંડવો રોપાવો,    
    લીલી પાંદડી પડાવો મારા રાજ.    
  બેનના કાકા તેડાવો,    
    બેનની કાકીઓ તેડાવો મારા રાજ.    
    લાડે કોડે ભત્રીજી પરણાવો મારા રાજ.    
નોંધઃ ગીતમાં બેનના ફૂઆ, માસા, બનેવી..વગેરે શબ્દો ઉમેરીને ગીત લંબાવી શકાય.    
શબ્દાર્થઃ પાંદડી-તોરણનાં ફૂલ, લાડ-હેત, કોડ-હોંશ, લાડે-હેતે અને હોંશતી.    
સમજૂતીઃ        
(1) લગ્ન જેવા સામાજિક પ્રસંગે સગાં અને સમાજની જરૂર પડે છે. ગીતમાં સર્વ સગાંઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.  
(2) લગ્ન પ્રસંગે આપણે ત્યાં પધારેલ મહેમાનો સુખચેન અને આનંદથી બેસી શકે તેવી વ્યવસ્થાવાળો માંડવો જોઈએ.  
(3) તેમના માટે ચા, પાણી, નાસ્તો, ઠંડા પીણાં અને ઊંઘવાની સારી વ્યવસ્થા કરવી જોઈએ.  
         
માંડવો શા માટે?  
સગાં સંબંધીઓને સુખચેનથી બેસવા માટે.  
         
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved