મારો માંડવો રઢિયાળો    
    લીલી પાંદડીએ શોભાવો મારા રાજ,    
    લીલી પીળી માંડવાની છાયા મારા રાજ.    
  વીરને દાદા જોઈએ તો,    
    નટવર દાદા તેડાવો મારા રાજ,    
    લાડે કોડે દીકરા પરણાવો મારા રાજ.    
  વીરને માતા જોઈએ તો,    
    શારદાબાને તેડાવો મારા રાજ,    
    લાડે કોડે દીકરા પરણાવો મારા રાજ.    
  મારો માંડવો રઢિયાળો,    
    લીલી પાંદડીએ શોભાવો મારા રાજ,    
    લીલી પીળી માંડવાની છાયા મારા રાજ.    
    મારો માંડવો.    
શબ્દાર્થઃ રઢિયાળો-રળિયામણો-સુંદર    
સમજૂતીઃ        
(1) માંડવામાં બેસનારને તાપ ન લાગવો જોઈએ.  
(2) માંડવામાં બેસનારને ગરમી, તાપ અથવા સંકડાશના લીધે અકળામણ ન થવી જોઈએ.  
(4)  લીલી પીળી માંડવાની છાયા મારા રાજ.  
માંડવાના ઉપરના, ભાગમાં લીલાં પાન, ઘાસ અને વનસ્પતિ નાંખીને ઠંડક રાખવી જોઈએ.  
         
"માંડવો એટલે સગાંસંબંધીઓને લગ્ન પ્રસંગે સુખચેનથી બેસવાનું સ્થળ."    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved