પુરાણોમાં ઉમિયાજી

ઉમિયાજી અને ઊંઝા,પૌરાણિક અને ઐતિહાસિક રીતે
 
"ઊંઝામાં ઊમિયાજીની સ્થાપના-બિહારના વ્રજપાલજીઓ ઈ.સ. 156માં કરી છે.કણબી ક્ષત્રીય ઉત્પત્તિનો ઈતિહાસ"
 

પુરાણોમાં ઉમિયાજી

પુરાણો પ્રમાણે પાટીદારોનાં દેવદેવીઓ અને કુળદેવીઓ

કણબીઓ પંજાબથી ગુજરાતમાં આવ્યા ત્યારે તેમના સૌથી મોટા મનાતા દેવ તરીકે ભગવાન શંકરને માનતા હતા.
ભગવાન શંકરના પત્નીનું નામ પાર્વતીજી હતું. પાર્વતીનાં અનેક સ્વરૂપ છે 1)પાર્વતીજી 2) ગૌરી 3) ઉમિયાજી 4) અન્નપૂર્ણા 5) શક્તિ... વગેરે.

પુરાણો પ્રમાણે ઉમિયાજી

પ્રભાસપુરાણના 66મા અધ્યાયમાં વર્ણન કર્યા મુજબ પાર્વતીજી ગુજરાતમાં બેત્રણ એકલાં આવેલાં જણાય છે. પ્રભાસપાટણ જતી વખતે પાર્વતીજી આનર્ત પ્રદેશમાં (હાલના વડનગરની આજુબાજુમાં) રોકાયેલાં પણ જણાય છે.
આ વખતે અથવા બીજા કોઈ પણ પ્રસંગે તેમણે તેમની મૂળ બેઠક હાલના ઊંઝાના ઉમિયા માતાના મંદિરના સ્થળે રાખી હતા. આ સ્થળેથી તેઓ દરરોજ સરસ્વતી નદી પર સ્નાન કરવા જતાં હતાં એમ કેટલાક લેખકો અને પુરાણો જણાવે છે.
 
"કણબીઓ શંકરના ભક્ત હતા. પાર્વતિજી, ઉમિયાજી, અન્નપૂર્ણા , શક્તિ બધાં શંકરના પત્નીનાં નામ છે. શક્તિનાં તો અંબાજી, ચામુંડા અને બીજાં 51
જુદાં જુદાં નામ છે
."
 

પુરાણો પ્રમાણે ઉમિયાજીનાં તેજ અને શક્તિ

આ સ્થળેથી સ્થળાંતર કરીને તેમણે પ્રભાસપાટણ અથવા બીજા કોઈ પણ સ્થળે જતી વખતે તેમનાં તેજ અને શક્તિ ઇમિયા માતાજીના સ્વરૂપમાં ઊંઝાના હાલના માતાજીના સ્થળે મૂકેલાં જણાય છે.
આ વખતે ત્યાં રહેતાં લોકોમાંથી કેટલાક લોકો માતાજીનાં દર્શનાર્થે આવતા હશે, આથી માતાજીના બેસણાની જગાને કાયમ યાદ રાખવા માટે ત્યાં એક નાનું મંદિર બાંધ્યું હોય તેમ અનુમાન કરી શકાય છે.
ઉપરની વિગત દંતકથા તથા પ્રભાસપુરાણના 66માં અધ્યાયના આધારે નોંધી છે. પણ પુરાણો એ કાંઈ ઈતિહાસ નથી. પુરાણોને પણ દંતકથાઓનો સંગ્રહ કહી શકાય. આમ પુરાણોમાં આપેલી ઉપરની વિગતોને ઐતિહાસીક આધાર સાંપડતો નથી.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved