ભારતમાં નિવાસ કરતી દરેક જ્ઞાતિ કે કોમની માફક આંજણા પાટીદારોની ઉત્પતિ માટે ભાટચારણોના ચોપડાઓ ઉપરથી નીચે પ્રમાણે સામગ્રી મળી આવે છે.

1) આંજણાંઓ માટે ભાટ ચારણોનું મંતવ્ય:
પ્રાચીન સમયમાં માહિષ્મતિ નામની નગરીમાં સહસ્ત્રાર્જુન નામે એક ક્ષત્રીય રાજા થઈ ગયા. તેમને 100 પુત્રો હતા. પરશુરામ ક્ષત્રિયોનો સમહાર કરવા નીકળ્યા ત્યારે સહસ્ત્રાર્જુન પાસે આવ્યા. તેમની અને સહસ્ત્રાર્જુન વચ્ચે યુધ્ધ થયું. સહસ્ત્રાર્જુન અને તેમના 92 પુત્રો મરણ પામ્યા. સહસ્ત્રાર્જુનના આઠ પુત્રો યુધ્ધભૂમી છોડીને નાસી ગયા. આ નાઠેલા આઠ પુત્રો આબુ પર્વત પર આવીને વસ્યા. ત્યાં અર્બુદેવીની વિનંતીથી ભવિશ્યમાં તેઓ કદી શસ્ત્રો ધારણ ન કરે તેવી શરતે પરશુરામે તેમને જીવતદાન આપ્યું. આ આઠ પુત્રોમાંથી બે રાજસ્થાન ગયા. તેમણે ભરતપુરમાં તેમનું રાજ્ય સ્થાપ્યું અને તેમના વંશજો જાટ તરીકે ખ્યાતિમાં આવ્યા. આ આઠ પુત્રોમાંથી છ પુત્રો આબુ પર્વત ઉપર રહ્યા, તેઓ આજણા કહેવાયા. સહસ્ત્રાર્જુનના જે છ પુત્રો આબુ પર્વત ઉપર રહ્યા તેમના નામ ભાટચારણોના ચાપડાઓમાં નીચે પ્રમાણે છે:- દુનિયાના બધા કૂર્મી ક્ષત્રીય પાટીદારો આપણે બધા એક થઈએ. 1) કલ્યાણમલજી2) જેતશી3) કર્ણશી4) ભીંમસિંહ5) ઉદયસિંહ અને 6) ભાણસિંહ. ભાટચારણોના ચોપડાઓના આ મંતવ્યને સાચું માનીએ તો તે પ્રમાણે આંજણા પાટીદારો સહસ્ત્રાર્જુનના વંશ જ છે. સહસ્ત્રાર્જુન યાદવ વંશના ક્ષત્રીય હતા.

2) આંજણાઓ માટે ઐતિહાસિક મંતવ્ય:
આંજણાઓ માટેનું ઐતિહાસિક રીતે જોતાં પાટણની ગાદી ઉપર થયેલા સોલંકી રાજા ભીમદેવની પુત્રી અંજના બાઈએ આબુ પર્વત ઉપર અંજનગઠ વસાવ્યો અને ત્યાં રહેનારાઓ આંજણા કહેવાયા. સોલંકીઓ ચંદ્રવંશી ક્ષત્રીયો હતા એટલે આ મંતવ્ય પ્રમાણે પણ આંજણાઓ ક્ષત્રીય છે.

3) ખેરાળુ, જિ.મહેસાણાના શ્રી રામજીભાઈ મોતીભાઈ દેસાઈનું મંતવ્ય:
ખેરાળુના શ્રી રામજુભાઈ મોતીભાઈ દેસાઈ આંજણઆ પાટીદારોના એક બાહોશ અને સેવાભાવી કાર્યકર્તા હતા. તેમણે આંજણા પાટીદારોનો ઈતિહાસ મેળવવા માટે અનહદ પ્રયત્ન કર્યા હતા. વિવિધ સ્થળોએ ફરીને તેમણે કેટલીક નોંધો અને હકીકતો એકઠાં કર્યા હતાં. તેમની હસ્તલેખિત નોંધ નીચે પ્રમાણે છે.

“આંજણા શબ્દનું મૂળ ઋગવેદમાં વપરાયેલા પંચા જના: શબ્દમાં છે. આ પંચા જના: શબ્દથી સૂચિત યયાતિના પાંચ પુત્રો પૈકી યદુના વંશજો યાદવો કહેવાયા. અને આ યાદવ વંશમાં સહસ્ત્રાર્જુન થયા. યાદવોની જુદી જુદી શાખાઓ પજતાં પહેલાં વૈદિકાળમાં યાદવોના સમૂહને પંચા જના: કહેવામાં આવતા હતા. યદુના પાંચ પુત્રો(પંચા જના:)

"આંજણા પાટીદારો કૂર્મી ક્ષત્રીયો છે."

હિમાલયના જે શિખર ઉપર રહેતા તે શિખરનું નામ મહાભારતકારે અંજન એવું આપેલું છે. અંજન શિખર ઉપરથી તેઓ અંજના અને પાછળથી આંજણા કહેવાયા એમ શ્રી રામજીભાઈ મોતીભાઈ દેસાઈનું મંતવ્ય છે. આ મંતવ્ય પ્રમાણે પણ આંજણા પાચીદારો યાદવ વમશના ક્ષત્રીયો છે.

4) આંજણા પાટીદારોની ઉત્પતિનું સંશોધન કરનાર વિધ્ધવાન લેખક શ્રી હિરાલાલ મગનલાલ પંડયા પણ આંજણાઓની ઉત્પતિ યાદવ ક્ષત્રિયોમાંથી થયેલી છે. આમ સમગ્ર રીતે જોતાં આંજણા પાટીદારોના ઉત્પતિ ક્ષત્રીયોમાંથી થયેલી જણાય છે.

5) ગેઝેટિયર ઓફ ધી બોમ્હો પ્રેસિડેન્સિ ભાગ 12 (ખાનદેશ)માં આંજમા પાટીદારો માટે નીચે પ્રમાણે લખ્યું છે: ખાનદેશ જિલ્લામાં રેવ અને ડોર આમ બે પ્રકારના ગુર્જરો છે. તેમાં રેવ ગુર્જરો ભિન્નમાલથી માળવા થઈ ખાનદેશમાં ગયેલા. તેમના 360 કુળ છે. અને તેઓ ગુર્જરો છે. ભિન્નમાલથી સ્થળાંતર કરી ફરતા ફરતા તેઓ ત્યાં સ્થાયી થયેલા છે. ગેઝેટિયર તેમની અનેક શાખાઓનાં નામ આપે છે. તેમાં અંજના, આંજણાં, આભેય, પાટીલીયા વગેરે મુખ્ય શાખાઓ છે. આ શાખાઓ પૈકી અંજના કે આંજણા નામવાળી શાખા સ્પષ્ટ પણે સૂચવેલી છે. આથી એક ઐતિહાસીક પૂરાવો મળે છે કે આંજણા પાટીદારો મૂળમાં ગુર્જર ક્ષત્રિયો હતા. એટલે આંજણા પાટીદારો આર્ય પ્રજાના સીધા વંશજ છે એમ કહી શકાય. ઈ.સ. 953માં ભિન્નમાલ ઉપર પરદેશીઓનું આક્રમણ થયું ત્યારે કેટલાક ગુર્જરો ભિન્નમાલ છોડીને અન્યત્ર ગયા.

"આંજણા પાટીદારો કૂર્મી એટલે કણબી છે કૂર્મીઓ અને કણબીઓ પાટીદાર છે"

આમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ બધી જાતિઓ હતી. આ વખતે આંજણા પાટીદારો લગભગ 2000 ગાડાંઓમાં ભિન્નમાલથી નીકળીને ચંદ્રાવતીમાં આવીને વસ્યા. ત્યાંથી કચ્છના ધાનદાર પ્રદેશમાં અને ત્યાંથી છેવટે ગુજરાતમાં આવીને વસ્યા એમ ભાટચારણોના ચેપડાઓ તથા કેટલેક અંશે ઈતિહાસનાં પાનાંઓમાં પણ નોંધ છે. આ અતિહાસિક નોંધો ઉપરથી પણ કહી શકાય કે આંજણા પાટીદારો ગુર્જર ક્ષત્રિઓના( એટલે આર્યપ્રજાના) સીધા વંશ જ છે. આંજણા પાટીદારોની શાખામાં જાટ શબ્દ આવે છે. ત્યારે જાટ જ્ઞાતિના, ઈતિહાસના અધ્યયનમાં હિંદી ભાષામાં અનજરે-અનજણે- આંજણે એમ હિંદી ભાષા ભેદથી અપભ્રશં થયેલા શબ્દો જોવા મળે છે. આ ઉપરથી સમજાય છે કે જાટ અને આંજમા પાટીદારો આ બંનેના કુળો એક છે અને આંજણા પાટીદારો આ બંનેના કુળો એક જ છે અને આ બંનેની ઉત્પતિ એક જ પુર્ષમાંથી વર્ણવેલી છે તે યથાર્થ છે. જાટ અને આંજણા પાટીદારો બંને એક જ કુળના છે તે ઐતિહાસિક સાબિતીની પુષ્ટી માટે આ શાખાઓની કેટલીક સામ્યતા બોમ્બે ગેઝેટિયરે નીચે મુજબ આપેલી છે:

"ચંદ્રગુપ્ત મૌર્ય અને મહાન અશોકે ભારતમાં કૂર્મી ક્ષત્રિયોને વસાવ્યા"

ઉ.ગુ.ના આંજણા પાટીદારોની શાખાઓ જાટ લોકોની શાખાઓ
1.આજણા અન્જણે-આંજણે
2.કાગ રાગ, કાકુત્સ્થ કાગરાણા
3.ગૌર ગૌર
4.યાદવ-જાદવ યાદવ-જાદવ
5.નવ-નૌવર નવ-નૌવર
6.તરક તરક-તક્ષક
7.માલવી માલવી
8.પિલિયાતર પિલાવનીયા
9.કાળા કાજલા
10.કાતરિયા કટારિયા
11.કરવડ કુલવડ-કલવડ
12.ખરસણ ખરીટા
13.ખાંટ ખાંટ
14.ગોયા ગુલૈયા
15.જુડોળ જુરૈલ
16.ભુદ્રા ભદૌતિયા
17.ભૂરિયા ભૂળિયા
18.મોર મોર
19.રાઠોડ રાઠોર
20.શક શક
22.હાડિયા હાડા
23.રાવત માવત

"ભારતના 10 કરોડ કૂર્મીઓ-કણબી એટલે પાટીદાર ચે અને ભારતના પાટીદારો કણબી એટલે કૂર્મી છે." ગુજરાતના લેઉઆ અને કડવા પાટીદારો કૂર્મી ક્ષતેરીય હોવાથી આરેય પ્રજાના સીધા વંશજ છે. તેવી જ રીતે આંજણા પાટીદારો યાદવ વમશના ચંદ્ર વંશી ક્ષત્રીયો હોવાથી આર્ય પ્રજાના સીધા વંશજ છે. આમ ગુજરાતના લેઉઆ, કડવા અને આંજણા પાટીદારો એક જ ક્ષત્રીય કુળના છે.

ચરોતર

© 2018 epuIT. All Rights Reserved