પ્રાચીન સમયમાં આપણા દેશમાં ઈતિહાસ લખવાનો રિવાજ હતો નહિ. રાજકિય ઈતિહાસ કે કોઈ પણ જ્ઞાતિની ઉત્પત્તિનો ઈતિહાસ લખાતો નહિ. આસમયે બ્રાહ્મણો વેદ, પુરાણ અને ધાર્મીક ગ્રંન્થો સંસ્કૃત ભાષામાં લખતા.
બારોટોના ચેપડા અને લાકવાયકાની શરૂઆત :
ત્યારબાદ બ્રાહ્મણોએ પણ લગ્ન અને બીજા સંસ્કારોની ધાર્મિક વિધિઓ નિમિત્તે પાટીદારો માટે પ્રશંસા કરતી નીચે પ્રમાણે લોકવાયકા વહેતી મૂકી.
1.પાટીદારો લવ અને કુશના વંશજ નથી.
2.પાટીદારો લેહક અને કૈટકના વંશજ નથી.
3. પાટીદારો માટીનાં પૂતળામાંથી બન્યા નથી.
4.પાટીદારો દેવના દીકરા છે.
5.પાટીદારો એ અમુક જ સમયે લગ્ન કરવું જોઈએ.
લોકવાયકાઓ ફેલાવનાં કારણો (ઈ.સ. 1297 થી 1411).
જે જમાનામાં પાટીદારોની ઉત્પત્તિ અને લગ્ન પધ્ધતિ માટે આવી લોકવાયકાઓ ફેલાયેલી હતી તે જમાનાના ગુજરાતની અજરકરતા અને અંધાધુંધીની સ્થિતિ પણ જાણવા જેવી છે.
ઈ.સ. 1297માં ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કરણઘેલો હરાવીને દીલ્હીના મુસલમાન બાદશાહ અલાઉદ્દિન ખિલજીએ ગુજરાતમાં મુસલમાન રાજ્યની સ્થાપના કરી. આ સમયે દિલ્હીથી બાદશાહોના સુબાઓ ગુજરાતમાં આવતા અને રાજ્યવ્યવસ્થા સંભાળતા.
તે સમયે દિલ્હીથી આવેલા સુબાઓનો રાજ્યવહિવટ નબળો હતો. કાયદો અને વ્યવસ્થા જોવું કોઈ જ હતું નહિ.આ સુબાઓના અનિશ્ચિત રાજ્ય અમલનો એક એવો જમાનો હતો કે દેશની તમામ પ્રજા અને તેમાં યે ખેડૂતોને તેમના જાનમાલ અને મિલ્કતની સંભાડવા રાતદિવસ ચિંતા રહેતી હતી.
તે સમયમાં તાર, ટપાલ, મોટર, યંત્ર, વીજળી કે રેલવે જેવાં સાધનો હતા નહિ. આથી દેશના દેશના તમામ ભાગોના લોકોના એકબીજા સાથેનો ગાઢ પરિચય ઓછો થતો.
આવા સંજોગોમાં ઈ.સ. 1300થી 1600 વચ્ચે બારોટો અને વહિવચાઓએ પાટીદારોની વંશાવળીઓ તથા તેમની માલમિલ્કતની નોંધ રાખવાનું શરૂ કર્યું.
ઈ.સ. 1300 પહેલાંની બારોટોની કલ્પિત અને બનાવટી નોંધો:
આવા બારોટોના બાપદાદાઓએ શાંતિના સમયે પોતાના યજમાનોની વંશાવળીઓ લખતાં પ્રથમ ભાગમાં(ઈ.સ. 1300 સુધીના ભાગમાં) લોકવાયકાઓ મારફતે સંભડેલી ઉત્પત્તિ લખી, આવાં બનાવટી અને ગપગોળાવાળાં લખાણોને યોગ્ય રીતે મેળવી બંધ બંસતાં કરી પોતાના ચોપડાઓમાં કાયમના માટે નોંધ લીધાં. આમ બારોટોએ લખેલી પાટીદારોની ઉત્પત્તિ અને લગ્નપધ્ધતિ એ ગુજરાતના રાજકારણના ઈ.સ. 1298થી ઈ.સ. 1411ના અંધાધૂધીના જમાનામાં બારોટોએ કલ્પી કાઠેલી વાતો છે.
બારોટોના ચોપડાઓ માટે ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈનો અભિપ્રાય:-
બારોટોના ચોપડાઓ માટે ગુજરાતના અર્વાચીન ઈતિહાસના લેખક અને જુના વડોદરા રજ્યના જિવાન રા.બ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈએ પંડિત યોગનંદજીને કહેલી વાત વીર વરસનદાસ એ પુસ્તકના પરિચયમાં પંડિત યોગોનંદજીએ આ પ્રમાણે નોંધેલી છે.
આ ચોપડીમાં જે જે પુસ્તકોનાં પ્રમાણ લીધાં છે તેમાં બારોટોના ચોપડાનાં પ્રમાણ પર શંકા રહે છે. આ સંબંધી મારે એક વાર વિરસદ દર્શન બુકની પ્રસ્તાવના લખાવવા સ્વ. રા.બ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ પાસે જવું પડેલું ત્યારે વાત થયેલી કે તે લોકો લાંચરૂશ્વત લઈ ઘણીવાર ઉલ્ટ-સુલ્ટી લખી દે છે અને પોતાના યજમાનોને ખુશી રાખવા અનેક ગરબડો કરે છે. વંશાવાળીમાં પણ મોટાને બદલે નાનો અને નાનાને બદલે મોટો લખી લઈ હકોના ઝઘડા ઊભા કરાવે તેવું થાય છે.તેમ કોઈના મોટાં કામ બીજાના નામે લખી દે છે. આ બધું હોઈ બારોટોના ચોપડા સિવાય બીજા દસ્તાવેજો, સરકારી દફતરો અને ઈતિહાસકારોના જ પ્રમાણનો આધાર લેવો તો જ સાચી વસ્તુ પ્રાપ્ત થાય છે.
ઈ.સ. 1300 પહેલાંના બારોટોના ચોપડા એટલે કલ્પિત વાતો:
આમ પાટીદારોની ઉત્પત્તિ અને લગ્નપધ્ધતિ વિષે બારોટોના ચોપડાઓમાં લખેલી નોંધો એ બારોટોએ કલ્પી કાઢેલી વાતો છે, બોરટોએ નોંધેલી પાટીદારોની વંશાવાળીએ અને તેમનાં વર્ણમાંથી અતિશયોક્તિ બાદ કરતાં ઈ.સ. 1300 પછીની વંશવાળીઓની આ નોંધો ઉપર કદાચ વિશ્વાસ મૂકી શકાય.
ઈ.સ. 1300 પછીના બારોટોના ચોપડા:
ઈ.સ.1300 પછીની પણ કેટલીક વંશાવળીઓ પણ ગમેતેમ જોડી બેસાડી પાટીદારોની કલ્પિત ઉત્પત્તિ સુધી ભૂકાળમાં લઈ જઈ સાચાં ખોટા નામો સાથે બંધ બેસાડેલી છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved