અમારા ઘેર આવો રે ગણેશ દુંદાળા,
    ગણેળ દુંદાળા ને મોટી ફાંદવાળા.... અમારે ઘેર.  
  પરથમ ગણેશ બેસાડો રે... મારા ગણેશ દુંદાળા.
    ગણેશ દુંદાળા ને મોટી ફાંદવાળા.. અમારા ઘેર  
  ગણેશજી વરદાન દાજો રે.. મારા ગણેશ દુંદાળા.
  કૃષ્ણની જાને રૂડા ધારીડા શણગારો,
    વેલડાએ દશ દશ આંટા મારે રે... મારા ગણેશ દુંદાળા.  
  કૃષ્ણની જાને રૂડી વેલડીયું શણગારો,
    ધોરીડે બબ્બે રાશું રે, મારા... ગણેશ દુંદાળા.  
  ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ,
    મ આવે રંગ રહેશે રે... મારા ગણેશ દુંદાળા  
  અમે રે દુંદાળા ને અમે  ફાંદાળા,
    અમ આવે તમે લાજો રે... મારા ગણેશ દુંદાળા.  
  અમારે જોશે સવામણનો લાડુ,
    અમ આવે વેવાઈ ભડકે રે... મારા ગણેશ દુંદાળા.  
વિવાહ સીમંતને જગન સારાં કામ,
    પરથમ ગણેશ બેસાડું રે... મારા ગણેશ દુંદાળા.  
શબ્દાર્થ: દુંદાળું-પેટના મોટી ફાંદવાળા, વરદાન-આશીર્વાદ, ધોરીડા-બળદ, વેલડીયું-વેલ્ય, રાશું-રાશ-વેલ્યમાં જોડેલા બળદ દાડતા
હોય ત્યારે તેમને કાબુમાં રાખવા માટે બાંધેલા દોરડાં, સામંત-ખોળા ભરણું-સ્ત્રીને પહેલા બાળકનો જન્મ થવાનો હોય તે
પહેલા ઊજવાતો ધાર્મિક પ્રસંગ, જગન-યજ્ઞ.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved