(રાસમાળા ભાગ બીજાના પૃષ્ઠ 230થી 238ના આધારે)
ઉધ્યોગી અને નિયમીત કણબી:
ખેડૂત લોકો ઉધોગી અને નિયમશીલ હોય છે. તેમની રીતભીત ઘણી સાદી હોય છે. ચેઓ પરોઢીયે ઊઠે છે. અને પોતાનાં ઢોરને નીરીને થોડીવાર પોતાના ઘરકામે લાગે છે. ઢોર ઘાસ ખાઈ રહે છે. એટલા વારમાં ખેતરમાં જવાને તૈયાર થઈ રહે છે અને ઢોરને હાંકીને સામમાં જાય છે. ખેડૂતો આખો દિવસ ખેતરના કામમાં રોકાયેલા રહે છે. તેઓ આખો દિવસ ખેતરામાં ખૂબ મહેનત-મજૂરી કરે છે.
આશરે નવ વાગતામ તેમની સ્ત્રીઓ ધેર રાંધીને તેમના માટે ખાવાનું ખેતર લઈ જાય છે. આ ખાવાના ખોરાકમાં મોટે ભાગે જુવાર બાજરીના રોટલા, છાશ, મરચાં અને ડુંગળી હોય છે.
કણબી અને કચેરી:
કણબી કચેરીમાં આવે છે ત્યારે તો ઘણું કરીને ગરીબ અને નમી પડતો જણાય છે. પણ પોતાની જાતના લોકા આગળ તે આડો અને હિંમતવાન હોય છે.
"ઈ.સ. 1000થી ઈ.સ.1800 સુધીનો રણબીઓનો મુખ્ય ખોરાક જુવાર, બાજરીના રોટલા, દુધ, દહીં, દૂધ, ઘી, છાશ, મરચાં, અને ડુંગળી હતા-કવિ શામળ ભટ્ટ"
કણબીને લગતી કહેવાતો:
કણબીને ગમે તેના વિના ચાલશએ પણ વિના કોઈને ચાલવામું નથી તેવું બોસવાનું તેને બહું ગમે છે અને તે ઘણા કહેવતો કહે છે: જેમ કે-
1) કણબી પાછળ ક્રોડ, કણબી કોઈની કેડે નહિ.
2) જ્યાં વરસાદનુમ ગાજણું, ત્યાં કણબું પાદરું.
3) ચોર ખાય, મોર ખાય , ઢોર ખાય, વધે તે કણબી લઈ જાય.
4) ખેડ, ખાતર ને પાણી, લાવે કર્મને તાણી.
5) વાવે કણ અને લાવે મણ.
6) બાવનિયા ધરાનાં પાણી આવ્યાં રામ.
7) ખેડૂ લોકો શરીર ભીંજવી, ખેતરે કામ કરતા.
જેને થાએ યરીર ગરમી, થોડી રહે અન્ય તરતા.
-કવિ નાનાલાલ
કણબી અને તેના બળદ:
કણબી તેના બલદ માટે ખૂબ મમત્વ હોય છે. તેને ખૂબ સારી રીતે સાચવે છે અને પોતાંના જેટલું તેના બળદ પર હેત રાખે છે.
પીઠીથી વરકન્યાનું શરીર સૌષ્ઠવ વધે છે, સૌન્દર્યતા વધે છે. સાધારણ શ્યામ વાનવાળા વરકન્યા પીઠી ચોળવાથી ઊળાં દેખાય છે. પીઠીમાં વીજળીક બળ ઉત્પન કરવાની સાધારણ શક્તિ રહેલી છે.
ગુજરાતના કણબીઓ તેમના બળદને ગોળ, ઘી, લાવસી , અનાજ, ગુવાર, ટોપરાં અને તેલ પણ ખવડાવે છે. તેના બળદ ઘરડા અને અશક્ત થાય ત્યારે તેમને પોતાંનાં ઘરડાં માબાપની માફક સાચવે છે અને તેની ચાકરી કરે છે.
 
"કણબીઓ બળદ ઉપર પોતાનાં બાળકો જેટલું હેત રાખતા"
 
ભારતમાં ગુજરાતના કણબીઓના બળદ ખૂબ પ્રખ્યાત છે. જ્યારે કોઈ રાજા મહારાજ અથવા મોટા માણસને ભેટ આપવાની હોય ત્યારે તેને ગુજરાતના કણબીઓના બળદની જોડ જોડ ભેટ આપવામાં આવે છે.
જ્યારે મેવાડના રાજા કરણની હાર થઈ અને જહાંગીર બાદશાહે તેની મુલાકાત લીધી ત્યારે તેને ઘણું માન આપવાને તે આતુર હતો. તેથી તેને પોતાની જમણી બાજુએ બેસાડયો અને નવાઈ સર્વ જાતની વસ્તુઓ તેને તૃષ્ટિદાનમાં આપી , તે સાથે ગુજરાતના બળદની એક જોડ પણ આપી.
પીંપળાવના વીર વસનદાસના બળદ:
પીંપળાવના વીર વસનદાસ એવા સુંદર, માયાળુ અને મજબૂત બાંધાના બળધ રાખતા. કે અમદાવાદના નગરશેઠે જ્યારે પીંપળાવ મુકામે તેમની મુલાકાત લીધી ત્યારે તેમની પાસેથી એક જોડ બળદની માગણી કરી હતી.
આ માગણીના બદલામાં વસનદાસે પોતાના બે બળદ નગરશેઠને ભેટ આપ્યા હતા. આ ભેટના બદલામાં અમદાવાદના નગરશેઠે દીલ્લીના રાજા ઔરંગઝેબ પાસેથી વીર વસનદાસને ખંભાત અને માતર તાલુકાના મહેસુલ ઈજારા તથા અમીનાતની સનંદ અપાવી હતી.
અખાત્રીજથી કણબીના કામની શરૂઆત:
વૈશાખ સુદ 3 એ અખાત્રીજનો તહેવાર કહેવાય છે. ત્યારે ગામના ધણી હોય તે સર્વ કણબીઓને એકઠા કરે છે અને તેઓને કહે છે કે તમારે ધંધે લાગવાનો સમય થયો છે.
"ગુજરાતના કણબીઓ તેમના બળદોને ગોળ,ઘી,લાવસી, આનાજ, જુવાર, ટોપરાં, તલ અને તેલ ખવડાવતા"
આ વખતે કણબીઓ ગામધણીને કહે છે કેના,ના ગયા વર્ષે અમારે ઘણાં રૂપયા ભરવા પડયા હતા. તમે અમારે માથે ઘણા વેરા નાંખ્યા, અને ખરુ પૂછાવો તો અમીરે કોઈ ધણી નથી. લોક અમારા ઘર બાળી નાંખે છે અને તમે તો અમારી સંભાળ લેતા નથી કે અમારી વારે પણ ધાતા નથી.
ગામનો ધણી આવું સાંભળીને જેવાં તેવાં બહાના બતાવે છે. તેમાં ઘણું કરીને તો બધું મહેતાને માથે ઢોળી પાડે છે.ને કહે છે કેબધો વાંક લુચ્ચા મહેતાનો છે. તેને હવે કહાડી મૂકશું'
મારું હેત તમારા ઉપર છે તેટલું બીજી કોઈના ઉપર નથી. તમે તો અમારાં છોકરાં છો. હવે અમે તમારું રક્ષણ કરવામાં ખૂબ ધ્યાન રાખીશું. ગામધણી આમ અખાત્રીજ પહેલાં કણબીઓને રાજી કરીને નવા વર્ષની ખેતી કરાવે છે.
કન્યાનાં સગાંસંબંધીઓ જાનના ઊતારે આવી છે. અને જાનૈયાઓનું ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, શરબત, ચા પાણી પાન સોપારી વગેરેથી સ્વાગત કરે છે.
સારું મૂહર્ત જોઈ ખેતીનો પ્રારંભ:
કણબીઓ અને ગામધણી વચ્ચે સમાધાન થયા પછી અખાત્રીજના દિવસે કણબીઓ ખેતી કામનું મુહર્ત કરે છે.
વૈશાખ માસનાં ખેતીનાં કામો:
પ્રથમ કણબીઓ ખેતરમાં ગયા વર્ષના કપાસ, ઘઉં, ઉનાળુ જુવાર, બાજરી વગેરે જે ખેતરમા બાકી વધ્યાં હોય તેને સાફ કરે છે. ખેતરની વાડ સુધારે છે. ખેતરમાં છાણ અને ખાતર ભરે છે. તળાવની તીર અને માટી ભરે છે. ત્યારબાદ વરસાદ આવતાં ખેડવાની, વાવવાની, નિંદવાની, ધરૂ કરવાની, ધરૂ રોપવાની, રાંપ ફેરવવાની વગેરે અનેક વિધિઓ શરૂ થાય છે.
 
"અષાઠમાં કણબીની સ્થિતિરાશ, પરોણો કણબી કેરા હાથમાં, ભીંજી જાયે કણબી કેરું શરીર જો"
 
ગુજરાતના કણબીઓની સ્ત્રીઓ આખા ગુજરાતમાં તેમની ખેતીની અનેક વિધિની મતલબની એક કવિતા ગાય છે જે નીચે આપી છે:
કણબીના બાર માસ
સાંભળ રે શ્રી કૃષ્ણ! અમારી વિનંતી;
  કણબી કેરા દુ:ખની કહુ કથાય જો;
દે દુ:ખ ટાલી અવનીના આધાર તું,
  અમથી રાખો તેમ રામ રહેવાય જો..... સાંભળ રે...
અષાઠ:
ચઢે વાદળાં માસ અષાઢો આવતાં,
  મેઘ તણું તો પડવા માંડે નીર જો;
રાશ, પરોણો કણબી કેરી હાથમાં,
  ભીંજી જાયે કણબી કેરું શરીર જો...સાંભળ રે...
શ્રાવણ:
શ્રાવણ માસે મેહુલો વરસે શરવડે;
  લદબદ પલળી જાયે નર ને નાર જો;
છોકરાની સસરા પાસે જઈ કહે,
  સસરાજી કાંઈ વાવો ડાંગર જાર જો...સાંભળ રે...
 
"શ્રાવણ માસમાં કણબીની સ્થિતિ , હવે આવ્યો શ્રાવણ માસ નીંદવાની કરશે મન આશ નરનારી,ભગિની ને ભ્રાત વેઠે તે શિર પર વરસાદ,ભીનાં વસ્ત્રને ચૂવે દેહ,ઘેર આવીને સુવે તેહ"
 
ભાદરવો:
ભારે આવ્યો ભાદરવો મહિનો હવે,
  કણબી કેરી નારી લદબદ થાય જો;
ચાર તણો ભારો તો માથે નીગળે,
  છૈયા કેડે રડતાં પલળી જાય જો... સાંભળ રે...
આસો:
આસોમાં આશા તો રાખી અતિ ઘણી,
  વાટ જોયેલો મેઘ વરસવા કાજ જો;
જાર, બાજરી ડુંડે આવી બેસતાં,
  ડાંગર પાણી વણ સુકાયે આજ જો... સાંભળ રે...
કારતક:
કાર્તિકમાં ઉઘરાતદાર તે આવિયો,
  કરે આંકડો સીમ માંહે તૈયાર જો;
એક સિંગ કે કણ નમ કાંઈ ઉપાડશો
  એવી રાય તણી આજ્ઞાનો સાર જો... સાંભળ રે....
માગસર:
માગસર મહિનો આવ્યો રૂડી રીતથી,
  પહેલો હપ્તો ઉઘરાવા મંડાય જો;
મુખી, તલાટી ચોરે બેસીને જઈ ચઢે,
  દુ:ખીયો કણબી બહુ રીતે ફૂટાય જો...સાંભળ રે...
 
"કાંતનારી વિધવાની મજુરી લે લૂંટી, સર્વે જોર જાલુમથી સૂંટી જાય જો"
 
પોષ:
પોષે બીજો પાક રવિનો થાય છે,
  રૂનાં કાલાં ફાટી થાય સમાં જ જો;
જૂની બંધી દૂર કરી છે આ સમે,
  પણ તે માત્ર જ નવી ચલાવા કાજ જો..સાંભળ રે..
મહા:
આવ્યો માઘ મહિનો રૂડી રીતથી,
  લીલાં કચ સૌ ખેતર તો દેખાય જો;
રાજાનો જે કર તે સઘળો આપિયો,
  પણ માથા પર હિમ તણું ભય થાય જો... સાંભળ રે...
ફાગણ:
ફાગણ મહિનો આવ્યો રૂડી રીતથી,
  હીમે ઘઉંનો કીધો પૂરો નાશ જો;
ચલો આપણ સટીયે પણ શા કામનું,
  મુખીઓ મૂકી ચોકી ચારે પાસ જો...સાંભળ રે...
ચૈત્ર:
ચોરે તો સૌ થાય એકઠા ચૈત્રમાં,
  માગે,લાવો કર જે તમ પર થાય જો;
કાંતનારી વિધવાની મજૂરી લે લૂંટી,
  સર્વે જોર જુલમ લૂંટી જાય જો...સાંભળ રે...
 
"વૈશાખ માસમાં કણબીની સ્થિતિ જમીનદાર વૈશાખે આવીને લૂંટે ગાય ભેંસનાં દૂધ, દહીંનું જે કાંઈ જો."
 
વૈશાખ:
જમીનદાર વૈશાખે આવીને લૂંટે,
  ગાય ભેંસના દૂધ, દહીંનું જે કાંઈ જો;
છાશ વિના છૈયાં સૌ ટળવડ બહુ કરે,
  પણ પાપિયો ચાલુ રહે લૂંટ માંય જો...સાંભળ રે...
જેઠ:
જેઠ મહિનો આવ્યો રૂડી રીતથી,
  ચીડાઈ ગયેલો કણબી ઠંઠો થાય જો;
સમ ખાતા ને આશા તેને આપતાં,
  ખેતરમાં ખાતર તે પૂરવા જાય...સાંભળ રે...
બારે મહિના રૂપામાં પૂરા થયા.
  તેમાં કણબી કેરી કથી કથીય જો;
જે કોઈ ગાય, શીખે ને સાંભળે,
  વાસ સ્વર્ગમાં તેનો ઝટ થઈ જાય જો;
  સાંભળ રે...શ્રી કૃષ્ણ અમારી વિનંતી...
 
"ચૈત્રમાં મજૂરી માટે જાય જો,કે કોની અસવારી ચડે (તો) કરી મજૂરી મિથ્યા પડે.સુખી થવાને ચાટે જાય.મારીને વેઠે લઈ જાય સામું બોલે મારે માર અણતોલ્યો ઉપાડે ભાર કણબીને નહિં દુ:ખનો પાર,પણ ધરતીનો એ પર છે ભાર.(શામળભટ્ટ)"
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved