પાટીદારોના લગ્નરિવાજો અને લગ્નપ્રતિકો
ભારતીય સંસ્કૃતિ:
વિશ્વની સંસ્કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિ ઘણું ઊંચુ સ્થાન ધરાવે છે. ભારતીય વર્ણવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થાની સંસ્કૃતિ જગતભરમાં અજોડ છે.
ભારતીય સંસ્કૃતિની આશ્રમવ્યવસ્થા:
ભારતીય સંસ્કૃતીની આશ્રમ વ્યવસ્થા બ્રહ્યચર્ય,ગૃહસ્થ, વાનપ્રસ્થન અને સંન્યસ્ત એમ ચાર આશ્રમોમાં વહેચાયેલી છે.
ચારે આશ્રમનું મૂળ ગૃહસ્થાશ્રમ:
આ ચારે આશ્રમો પૈકી ગૃહસ્થશ્રામ એ બાકીના ત્રણે આશ્રમોનું મૂળ છે. બાકીના બધા આશ્રમોના વ્યક્તિઓ ગૃહસ્થાશ્રમ ઉપર આધાર રાખે છે.
આવા ગૃહસ્થાશ્રમમાં પ્રવેળવાનો મુખ્ય સંસંકાર વિવાહ કે લગ્ન સંસ્કાર છે. લગ્ન કર્યા પછી વરવધૂ બંનેની જવાબદારી વધે છે.લગ્ન કર્યા પછી તેમના કુટુંબનું ભરણપોષણ
કરવાનો બોજો તેમના પર આવી પડે છે. આમ લગ્ન એ મનુષ્ય જીવનમાં મોટી ક્રાન્તિ લાવે છે. લગ્નપ્રસંગ એટલે મનુષ્યજીવનમાં મોટામાં મોટી ક્રાન્તિ લાવનારો પ્રસંગ
.
ભારતીય લગ્ન એટલે ક્રાન્તિકારક પ્રસંગ:
લગ્નો આવો ક્રાન્તિકારક સંગ એટલે શું? લગ્ન કરીને ગૃહાસ્થાશ્રમમાં પ્રવેશતાં વરવધૂ પર કયી જવાબદારીઓનો બોજ આવી પડે છે? આવું લગ્ન કરી ગૃહસ્થશ્રામમાં દાખલ
થનાર વ્યક્તિ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો છે
? આ બધી વિગતો ભારતીય લગ્નવિધિમાં સમજાયેલી છે.
ભારતીય લગ્નવિધિની ખામી:
પણ હાલમાં ભારતીય લગ્ન(હિંદુ લગ્ન) સંસ્કૃત ભાષામાં થાય છે. આ લગ્ન કરાવનાર મોટા ભાગના ગોર મહારાજ, વરવધૂ અને લગ્નમાં હાજર રહેલા લોકો આ ભાષા જાણતા
નથી. કોઈક સંજોગોમાં ગોરમહારાજ સંસ્કૃત ભાષા જાણતા હોય તો પણ વેપાર કરવા માટે (લગ્નવિધિ કરાવી કમાણી કરવા માટે) લગ્નવિધિ કરાવે છે. વરવધૂ કે કન્યાનાં
માબાપને સાચી વિધિ સમજાવતા નથી. અરે
! મોટા ભાગના બ્રાહ્યણો સમજીને કે સમજ્યા વગર સંસ્કૃત ભાષામાં અગડબગડ કરીને લગ્નવિધિ કરાવે છે. આ સંજોદોમાં
હિંદુઓને ભારતીય લગ્ન સંસ્કૃતિ ઉફરથી દિવસે દિવસે વિશ્વાસ ઘટતો જાય છે અને તેમ થતાં ભારતીય સગ્નસંસ્કૃતિનું મહત્ત્વ ઘટતું જાય છે
.
લગ્નવિધિ ગુજરાતી ભાષામાં શા માટે ?:
ઉપરની પરિસ્થિતિ દૂર કરવા માટે હિંદુ લગ્સંસ્કૃતિને અર્થ સમજે અને તેથી લોકોને આ વિધિમાં શ્રધ્ધા બેસે. જો લગ્નવિધિ ગુજરાતી ભાષામાં લખાય તો બ્રાહ્યણોને
લગ્નવિધિની મહત્તા સમજાય  તે રીતે ફરજીયાત સમજપૂર્વકની લગ્નવિધિ કરાવવી પડે.
આ હેતુ ધ્યાનમાં રાખીને મેં પાટીદારોની લગ્નપધ્ધતિને ગુજરાતી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ લગ્નપધ્ધતિના બંધારણામાં 1)લગ્નપધ્ધતિનાં રિવાજો
2) લગ્નગીતો અને 3) લગ્નવિધિ એમ તેરણ જુદા જુદા વિભાગો પાડયા છે.
પાટીદાર લગ્ન પધ્ધતિના કેટલાક રિવાજો:
પાટીદાર લગ્નપધ્ધતિના કેટલાક રિવાજો હાલમાં રૂઢ થઈ ગયેલા છે. આવા રૂઢ થઈ ગયેલા રિવાજોનો અમલ સમજપૂર્વક કરવામાં આવે તો આવા રિવાજોમાં પાટીદારોને
વધુ શ્રધ્ધા બેસે
.
આવા રૂઢ થઈ ગયેલા કેટલાક સમજ વિનાના ચીલા ચાલુ રિવાજોને ચાલ્યા આવતા રિવાજોને-સમજપૂર્વક દૂર કરવા જોઈએ.
હાલમાં પાટીદાર લગ્ન પધ્ધતિના રિવાજોનાં મુખ્ય અંગો નીચે મુજબ છે:
પાટાદાર લગ્નપધ્ધતિના રિવાજોના મુખ્ય અંગો:
(अ)લગ્ન પહેલાની પ્રાથમિક વિધિ
1. માબાપની પ્રાથમિક વાતચીત 6. ગણેશ સ્થાપના 11. મંડપ બાંધવો 16. વરવધૂને પીઠી ચોડવી.
2. વરવધૂની પસંદગી 7. ગણેશ દર્શન 12. ગ્રહશાંતિ 17. મીંઢણ બાંધવું
3. સંમતિ અ ચાંલ્લા 8. ગોત્રજ-ગોત્રદેવતા અને કુળદેવી 13. વેદી અથવા સ્કંડિલ બનાવવું 18. વરને ઉઘલાવવો
4. મૂર્હત જોડાવવું 9. માણેકસ્થંભ 14. માંયરુ અને ચોરી બાંધવાં 19. જાનનું પ્રસ્થાન
5. કંકાતરી લખવી 10. તોરણો બાંધવાં 15. ઊકરડી નોંતરવી 20. જાનનો આદર સત્કાર
(ब)કન્યાનાં માબાપની હાજરીમાં લગ્નવિધિ
1. વરને તોરણે પોંખવો 6. અંતરપટ દૂર કરવું
2. વરનું માંયરામાં પૂજન 7. ગોત્રૌચ્ચાર કરવો
3. કન્યા પધરાવવી 8. વરમાળા આરોપણ
4. અંતરપટ ધરવું 9. વસ્ત્રગઠન ગાંઠવી
5.મંગળાષ્ટક બોલવાં 10.હસ્તમેળાપ
(क) કન્યાના ભાઈની હાજરીમાં લગ્નવિધિ (લાજાહોમ અને મંગળ ફેરા)
1. ગણેશપૂજન દેવને આમંત્રણ
2.અગ્નિસ્થાપન અ ઘી હોમવું
3. પહેલું મંગળ-ડાંગર હોમવી-કન્યા આગળ રાખવી.
4. બીજું મંગળ-                                
5. ત્રીજું મંગળ-                                
6. ચોથું મંગળ-બધી ડાંગર હોમવી-વર આગળ રાખવો.
7. ચોથા મંગળમાં વર કન્યાનો હાથ પકડીને ચાલે છે. આ વિધિને પાણિગ્રહણ પણ કહેવામાં આવે છે.
(ड)સપ્તપદી અને બીજા રિવાજો
1. પાટલા પર ચોખાની સાત ઢદલીઓ કરવી. 9. હાથના ઝાપા મારવા(થાપ મારવા).
2. કન્યાના જમણા પગને વરે આ સાત ઢગલીઓ પર વારાફરતી અડાડવો. 10. મંડપ વધવવો.
3. વરવધૂએ સાત પ્રતિજ્ઞાઓ બોલવી 11. વરવધૂનું મોટરમાં બેસવું.
4. ધ્રૂવદર્શન અથવા સૂર્યદર્શન 12. મોટરનું પૈડું સિચવું.
5. કંસાર જમાડવો 13. કન્યાવિદાય.
6. સૌભાગ્યવતી ભવ કહેવું 14. વરને ત્યાં- વરવધૂને તોરણે પોંખવાં.
7. ગણેશ દર્શન કરવવાં 15. વરને ત્યાં ગણેશદર્શન –એકબેકી રમાડવાં.
8. વડિલોના આશીર્વીદ મેળવવા 16. દેવદર્શન
 
 
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved