ઈ.સ.1573માં દિલ્લીના મોગલ બાદશાહ અકબરે ગુજરાત જીત્યું. આમ ગુજરાતમાં મોગલોની સત્તા સ્થપાઈ.
અકબર પ્રધાન ટોડરમલે ગુજરાતની જમીનની માપણી કરી. ગામડાંઓના ગામતળ, ખેડવા લાયક જમીન, પડતર જમીન,ગૌચર જમીનોનું વર્ગીકરણ કર્યું, ખેડુતો જે જમીનો ખેડતા હતા તે જમીનોના સર્વે નંબર, ક્ષેત્રફળ અને ખેડુતો પાસેથી લેવાની વાર્ષિક મહેસુલની રકમ નક્કી કરવામાં આવી.
આવું નિયમિત જમીન મહેસુલ ઉઘરાવવા માટે સરકાર તરફથી ઈજારદારો નીમવામાં આવ્યા. આ ઈજારદારો કરોડિયા કહોવાતા હતા.
કરોડ દામ ઉઘરાવતા કરોડિયાઓ:
દરેક કરોડિયો મહેસુલ પેટે સરકારને એક કરોડ દામ એકઠાં કરી આપતો. તે વખતે 400 દામનો એક રૂપયો(એક ટંકો) ગણાતો હતો. રૂપયાને બદલે ટંકાનું ચલણ હતું. આમ દરેક કરોડિયાને વાર્ષિક એક કરોડ દામ એટલે 25000 રૂ. સરકારને એકઠા કરી આપવા પડતા હતા.
કરોડિયાઓનો ખેડુતો પર જુલ્મ:
દુકાળ અથવા ચોમાસાની નિષ્ફળતાના સમયે ખેડૂતો કરોડિયાઓને મહેસૂલ ભરી શકતા નહિ. આ સમયે કરોડિયાઓ ખેડૂતો ઉપર જુલ્મ કરતા. તેમને હેડમાં પૂરતા, માર મારતાને વેઠ કરાવતા. તેમની ઘર વખરી લૂંટી લેતા અને કોઈ કોઈ વખથ તેમના શરીર ઉપરની ચામડી પણ ઊતારી લેતા. (ચરોતર સર્વ સંગ્રહના સ્વ. ભાઈકાકાના લેખને આધારે.) કરોડિયાઓના પાટીદારો ઉપરના જુલ્મ માટે જુઓ ચિત્ર પાનું 259 અને 261)
મહેસુલ ઈજારાઓ મેળવતા પટેલો :
અકબરે ખેડુતો ઉપરનો આ જુલ્મ ઓછો કરવા માટે કરોડિયાઓને ખૂબ વિનંતી કરી. છતાં કરોડિયાઓએ ખેડૂતો ઉપરનો આ જુલ્મ ચાલુ રાખ્યો અને છેવટે અકબરે ટોડરમલની મારફતે કરોડિયાઓની યોજના બંધ કરાવી.
 
"કરોડ દામ ઉઘરાવતા કરોડિયાઓનો મારઝૂડ અને ઝુલ્મનો પરખજી પટેલનો સમય(ઈ.સ. 1573 થી 1605)"[Pic]
 
ટોડરમલે કરોડિયાઓની યોજનાને બદલે મહેસુલ ઉઘરાવવાના ઈજારા ગામ આગેવાનોને સોંપ્યા. આ વખતે ગુજરાતના મહેસુલના મોટા ભાગના ઈજારાઓ કણબીઓ અને નાગર બ્રાહ્યણોએ કબૂલ કર્યા. આમ આખા ગામ તરફથી એક જ મુખ્ય માણસ મહેસુલ ઉઘરાવી આપવાની જવાબદારી લેવા માંડયો. સરકારનું મહેસુલ ઉઘરાવી આપનાર આવા મુખ્ય માણસો પટેલ કહેવાયા.
આ સમયે કોઈ ખેડૂત જમીનનો માલિક હતો નહિ. જે ખેડૂતો મહેસુલ ન આપી શકે તેમની જમીનો ગામ આગેવાનો આંચકી લેતા. આવી આંચકી લીધેલી જમીનો બીજા ખેડૂતોને વાવવા પતા. આ સમયે જમીનની કોઈ કિંમત હતી નહિં. જમીન ઉપર રાજ્ય સિવાય કોઈનો હક હતો નહિ.
આ સમયે ખેજૂતો પાસે જમીનનો માલિકી હક નહિ હોવાથી અને ગમે તે સ્થળે જવાથી ખેડવા માટે સહેલાઈથી સારી જમીન મળી આવતી હોવાથી પાટીદારો ગુજરાતનાં ગામડાઓમાં સ્થિર વસવાટ કરી શક્યા નહિ.
પાટીદારોનું ભટકતું જીવન:
આ સમયે મોટા ભાગનાં પાટીદાર કુટુંબો સારી જમીનની શોધમાં એક ગામથી બીજે ગામ તેમનાં બૈરા છોકરાં, ઢોરઢાખર અને રાચરચીલા સાથે ભટકતું જીવન પણ ગુજારતા હતા.
 
"ઔરંગઝેબે ઈ.સ. 1666માં ગુજરાતના ખેડૂતોને જમીનોના માલિક બનાવ્યા."
 
ખેડૂતોને મારઝૂડ કરીને વેઠ પર લઈ જતા કરોડિયાઓ[Pic]
 
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved