રામજી પટેલ ઈ.સ. 1110ના અરસામાં પાટણથી અડાલજ આવ્યા ત્યારે તેમની સાથે પાટણછા છસો જેટલાં કૂર્મી કુટુંબો અડાલજ આવ્યાં હતાં.
સિધ્ધરાજે અડાલજ મોકલેલાં કૂર્મી કુટુંબો:
આ સમયે સિધ્ધરાજે ઉત્તર ભારતના મથુરાં, લેહકપુર અને અંતર્વેદ પ્રદેશમાંથી તથા મધ્ય ભારતના માળવા પ્રદેશમાંથી હજો કૂર્મી કુટુંબો પાટણ તેડાવ્યાં હતાં. લિધ્ધરાજે આ બધાં કૂર્મી કુટુંબોને પાટણથી અડાલજ મોકલ્યા હતાં.
સિધ્ધરાજે અડાલજમાં મોકલેલાં કૂર્મી કુટુંબો અડાલજમાં એટલાં બધાં એકઠાં થયાં કે આ કુટુંબોને ખેતી કરવા માટે અડાલજ પ્રદેશમાં જમીનોની ખેંચ પડી અને પરિણામે આ કૂર્મી કુટુંબોને ખેતી અને ધંધા રોજગાર માટે અડાલજથી દક્ષિણ દિશામાં આગળ વધવાની ફરજ પડી.
રામજી પટેલનું ચરોતરમાં જવું:
આ બધાં કૂર્મી કુટુંબોને સાથે લઈ ઈ.સ. 1130ના અરસામાં રામજી પટેલ અડાલજથી ચરોતર પ્રદેશમાં ગયા. ચરોતરની ઉજ્જડ પણ ફળદ્રુપ જમીનને આ કૂર્મી કુટુંબોએ તોડી, ખેડી, ફળદ્રુપ બનાવી અને ત્યાં સ્થાયી વસવાટ કર્યો. આમ આ કુટુંબો ચરોતર પ્રદેશમાં નાનાં નાનાં ગામડાં વસાવી ત્યાં ખેતી કરવા લાગ્યાં.
રામજી પટેલના અડાવજમાં રહેલા વંશવારસો :
રામજી પટેલ ચરોતરમાં ગયા ત્યારે તેમના વંશવારસોમાં કેટલા દીકરા હતા તેની સંપૂર્ણ નોંધ મળી આવી નથી. પણ રામજી પટેલના એક દિકરા વરણાજી પટેલ ઈ.સ. 1130ના અરસામાં અડાલજમાં રહ્યા હતા. તેની નોંધ બારોટોના ચોપડાઓ ઉપરથી મળી આવી છે.
રામજી પટેલના પુત્ર વરણાજી પટેલના 33 કડીબધ્ધ પેઢીઓ:
રામજી પટેલના અડાલજમાં રહેલા પુત્ર વરણાજી પટેલના વંશવારસોની રામજી પટેલની આ પુસ્તકના લેખક ગોકળદાસ પટેલ સુધીની 33 કડીબધ્ધ પેઢીઓનાં નામો વઢવણ સીટીના ભટવાડામાં, ધાળીપોળ, કસાળએરીમાં રહેતા બારોટ હસુભાઈ મગનલાલના ચેપડા ઉપરથી મળી આવ્યાં છે. હસુભાઈ સગીર  ઉંમરના હોવાથી તેમના તરફથી 33 પેઠીઓનાં નામો તેમના મસિયાઈ બારોટ ફરસુરાને અમને નોંધાયાં છે.
અમારા તરફથી આ નામો અડાલજના ભાઈ શ્રી ગોવિંદભાઈ પ્રભઉદા પટેલે તા. 28-5-79ના રોજ અડાલજ મુકામે હસુભાઈ બારોટના ચોપડા જોઈ તપાસી મેળવીનો નોંધ્યાં છે અને આ સમયે આ નામો હસુભાઈ બારોટના વતી શ્રી ફરસુરામ બારોટે અમારા ભાઈ શ્રી ગોવિંદભાઈ પ્રભુદાસ પટેલને નોધાવ્યાં છે.
આ પુસ્તકના લેખક શ્રી ગાકળદાસ સોમાભાઈ પટેલ રામજી પટેલની આ વારસાઈનાં ઈ.સ. 1130 થી .સ. 1984 સુધીની 33 પેઠીઓનાં વંશવારસોનાં નામો 253મા પાના ઉપર નોધ્યાં છે.
વારસાઈની પેઢીઓનાં આ નામો ઈ.સ. 1984 થી શરૂ કરી ઈ.સ. 1130 સુધી ભૂતકાળ તરફ એટલે દીકરાઓથી શરૂ કરી બાપદાદાઓ તરફ લઈ જતાં ગોઠવ્યાં છે:
ગોકળદાસ પટેલની 33 પેઢીઓના બાપદાદાઓ
1.ગોકળદાસ (ઈ.સ. 1984)( આ પુસ્તકના લેખક) 17.પરખજી (ઈ.સ. 1573)
2.સોમાભાઈ 18.સવજી
3.શંકરભાઈ 19.બોઘાજી
4.કશીભાઈ 20.ધરણાજી
5.દેસાઈભાઈ (ઈ.સ. 1820) 21.વાઘજી
6.વેણીદાસ 22.રૂપાડીદાસ
7.કલ્યાણદાસ 23.વકુજી (ઈ.સ. 1411)
8.થોભનદાસ 24.નાથાજી
9.ધનજીભાઈ 25. જીણાજી
10.માંડણજી (ઈ.સ. 1730) 26. હાથીજી
11.મોહનજી 27. વમળજી
12.નાનજી 28. વેરીજી (ઈ.સ. 1297)
13.જીવાશી (ઈ.સ. 1666) 29. કાળાજી
14.હરખજી 30. જેસીંગજી
15.ગિરધારીજી 31. કરણજી
16.કુંવરજી 32. વરણાજી (ઈ.સ. 1130)
  33. રામજી પટેલ
ઉપરના પેઠીનામામાં 11મા પેઠીથી 33ની પેઠી સુધીનાં દરેક કુટુંબમાં સરાસરી ચારથી પાંચ દીકરાઓ હતા.
અને એકથી દશ પેઠી સુધી દરેક કુટુંબમાં સરાસરી ત્રણ દિકરાઓ હતા.
11 થી 20 મી પેઠી સુધી દરેક સુખી પાટીદા બેથી તેરણ સ્ત્રી પરણતો અને દરેકને ત્યાં 10 થી 15 છોકરાંઓ થતા. જેમાના દરેકને ત્યાં આઠથી દશ છોકરાઓ હતા. પાટાદીરોની વસ્તીનું આટલું બધું સંખ્યાબળ હતું. તે હકિકત સૌરાષ્ટ્ર, અમદાવાદ અને વડોદરાના કેટલાક ચોપડાઓ તપાસ્યા પછી રજૂ કરવામાં આવ્યું  છે. તે સમયમાં વખતો વખત ભયંકર દુકાળ પડચા અને ભૂખમરો રોગચાળાથી અનેક કુટુંબોનો નાશ થઈ જતો.
જો આ કુટુંબોમાંના મોટા ભાગનો દુષ્કાળ, ભૂખમરો અને રોગચાળાથી નાશ ન થયો હોત તો આજે ગુજરાત અને દુનિયાના લગભગ બધા જ દેશોમાં કરોડોની સંખ્યામાં દશ કરોડ કરતાં પણ વધારે લેઉઆ અને કડવા પાટીદારોની વસ્તી હોત એમ ગણિતશાત્ર્તના આંકડાઓ ઉપરથી સમજાય છે.
જો પાટીદારોની આટલી બધી વસ્તીનો સામૂહીક નાશ ન થયો હોત તો આજે પાટીદારોની આટલી બધી વસ્તીને વ્યવસ્થીત કરવા માટે હાલના ગુજરાતના જેવડાં બીજા આઠ ગુજરાત ઊભાં કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હોત.
પાટીદારોની વસ્તીના આ આંકડાઓનું જ્ઞાન સામાન્ય ગણિતશ્ત્રીને પણ સમજાય તેવું નથી.
આથી ગુજરાતમા  પાટીદારોની આટલી બધી વસ્તી કેમ વધી ગઈ તેનું ગણિતશાસ્ત્ર સમજાવતા આંકડા- ગોકળદાસ પટેલની 1 થી 33  પેઢીઓ ધ્યાનમાં રાખીને- આ પુસ્તકના પરિશિષ્ઠ વિભાગમાં આપ્યા છે. પાટીગારોની વસ્તી ગણતરીના ગણિતના આંકડાઓ માટે જુઓ પરિશિષ્ઠ વિભાગ
રામજી પટેલની 11 થી 33મી પેઢી સુધીના બધા જ કુંટુબીઓ ધોડકા, ખંભાત, દેવતજ, વસો, સોજીત્રા, બાકરોલ, ડભાણ, નડિયાદ, છાણી, વડોદરા, ગોધરા, દાહોદ, ચાંપાનેર, સાવલી ,કપડવંજ તથા માળવા તરફ ગયા.
રામજી પટેલના વંશવારસોનો ગુજરાતમાં વસવાટ ઈ.સ. 1130:
રામજી પટોલના શવારસોએ અડાલજથી માળવા સુધીના ગામોનો તથા ચરોતર, કાનમ, વાકળ અને માળ પ્રદેશના સીમાડાઓ તોડી, ફળદ્રુપ બનાવ્યા અને ત્યાં સ્થાયી વસવાટ કર્યો.
રામજી પટેલના વંશવારસોની સાથે સાથે અંતર્વેદ પ્રદેશમાંથી અડાલજમાં આવેલાં 1800 કૂર્મી કુટુંબો અને તેમના વંશવારસો પણ ચરોતર, કાનમ વાકળ સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં સ્થાયી થયાં છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved