વાવનું સ્થાપત્ય

પ્રવેશદ્રાર:
વાવને ત્રણ પ્રવેશદ્રાર છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, પૂર્વના પ્રવેશદ્રારની બંને દિવાલો પર ટોડલા છે.
ઈ.સ. 1300થી ઈ.સ. 1400 સુધીનું અડાલજ ખુબ જ જાહોજલાલીવાળું નગર હતું તેનો ખંભાત સાથેનો વેપાર અને ભાડે ગાડાં ફેરવવાનું કામકાજ ખૂબ ધમધાકાર ચાલતું હતું.
પશ્ચિમ દિશાના પ્રવેશદ્રારના ટોડલાનો અડધો ભાગ પડી ગયો છે. વાવ બાંધતી વખતે દક્ષિણ દિશાના પ્રવેશદ્રારના ટોડલાનું બંધકામ અધૂરું રહેલું છે અથવા પડી ગયેલું છે.


સાદા પથ્થર પર કંડારેલ હાથીનું એક દ્રશ્ય
.
દ્રારમંડપ:
ત્રણે પ્રેવેશદ્રાર જમીનની નીચેના પહેલા માળ તરફ જાય છે. ત્યાં એક ચોરસ પ્લેટફોર્મ પરના દ્રારમંડપ પર ત્રણે પ્રવેશદ્રાર ભેગા થાય છે.
પ્લેટફોર્મના છાપરામાં ઉપર અષ્ટકોણ ખુલ્લો ભાગ છે. આ ખુલ્લો ભાગ પડી ગયેલો નથી પણ બંધકામ વખતે અધૂરો રહેલો છે.
દ્રારમંડપના ઉપરના ભાગમાં મંડપની ચારે બાજુ કુંભીઓ ગોઠવેલી છે. આવી કુંભીઓ વાવના ઉપરના ભાગમાં છેક પાણીના ગોળાકાર કૂવા સુધી ગોઠવેલી છે. એટલે વાવના મૂળ નકશા પ્રમાણે જમીન લેવલ પર આવેલી આ કુંભીઓ પર મહેલની માફક એક બે અથવા વધુ માળ બંધવાની યોજના કરેલી છે. પણ મૂળ, યોજના પ્રમાણે વાવનો જમીન ઉપરનો માળ તેમન દ્રારમંડપ ઉપરનો ઘુમટ બંધવાનું અધૂરું રહેલું છે.
[pic]ઝરૂખાવાળી બેઠકમાં કંડારેલા હાથીનું એક ભરચક શિલ્પકામવાળું એક દ્રશ્ય
દ્રારમંડપ અને વાવના સ્થંભ:
દ્રારમંડપ અને વાવના બધા જ સ્થંભને ચાર જુદા જુદા ભાગ છે. (1) કુંભી (2) સ્થંભ (3) ભરણું અને (4) સરૂ.
બધા જ સ્થંભના સરૂના ભાગ પર આડા ગોઠવેલા છે.
સ્ટ્રકચરના કેટલાક સ્થંભને વધુ મજબૂત બનાવવા માટે સરૂ અને સ્થંબને જોટતા ત્રાંસા નેજવા (ફાંસડા) નાંખેલા છે.
મુખ્ય સીડી:
મુખ્ય સીડીની વચ્ચે પગથિયાં કે ઢાળ વિનાનાં (એક સરખા લેવલમાં) પ્લેટફોર્મ પર વાવના મંડપ ઊભા કર્યા છે.
વાવની બંને દિવાલોમાં કંડારેલા હાથીનું દ્રશ્ય.[hathi kotarni pic]
પહેલો મંડપ:
મુખ્ય સીડી ઉતરતાં સૌથી પહેલા પ્લેટફોર્મ પર પહેલો મંડપ આવે છે. આ મંડપને બે માળ છે. દરેક માળમાં ત્રણ ત્રણની હારમાં ચાર ચાર એમ આઠ આઠ સ્થંભ છે.
પહેલું સ્ટ્રક્ચર:
આ સ્ટ્રકચરના મુખ્ય સીડી પર આવતા સંથંભને વધુ મજબૂત બનાવવા માટે સારૂ અને સ્થંભને જોડતાં ત્રાંસા નેજવા નાંખેલા છે.
બીજો મંડપ:
પહેલા સ્ટ્રકચર પછીના પ્લેટફોર્મ પર બીજો મંડપ આવે છે. તેને તેરણ માળ છે. દરેક માળમાં ત્રણ ત્રણ હારમાં ચાર ચાર એમ કુલ બાર બાર સ્થંભ છે.
બીજું સ્ટ્રકચર:
બીજા મંડપ પછી સીડીનાં પગથિયાં ઉપર બીજી સટ્રક્ચર આવે છે. તેને ત્રણ માળ છે. દરેક માળમાં બે બેની હારમાં ચાર ચાર એમ આઠ આઠ સ્થંભ છે. આ સ્ટ્રક્ચરના મુખ્ય સીડી પર આવતા બધા સ્થંભને ત્રાંસા નેજવા નાંખેલા છે.

ત્રીજા અને ચોથા મંડપ વચ્ચે આવેલા અષ્ટકોણ કુંડ, એ વાવનું શ્રેષ્ઠ સર્જન છે.
 
"વાવનું શ્રેષ્ઠ સર્જન- અષ્ટકોણ કુંડ જોવા માટે ગોળાકાર સીડીનાં પગથિયાં પરથી નીચે ઉતરવું પડે છે"
ત્રીજો મંડપ:
બીજા સટ્રક્ચર પછી મુખ્ય સીડીએથી નીચે ઉતરતાં ત્રીજો મંડપ આવે છે. આ મંડપને ચાર માળ છે. દરેક માળમાં ચાર ચારની હારમાં ચાર ચાર એમ સોળ સ્થંભ છે.
ચાર ચારની હારના બે બે સ્થંભ પ્લેટફોર્મ પર છે અને બાકીના બે બે સ્થંભ પગથિયાં પર છે.
વાવનો અષ્ટકોણ કુંડ:
ત્રીજા અને ચોથા મંડપની વચ્ચે અષ્ટકોણ કુંડ આવેલો છે. અષ્ટકોણ કુંડની દક્ષીણ બાજુએ આવેલો ચોથો મંડપ વિશિષ્ટ રીતે બાંધેલા છે. આ બંને મંડપની સીમા અષ્ટકોણ કુંડના સ્ટ્રક્ચરની ધારોથી બંધેલી છે.
કુંડનું અષ્ટકોણ સ્ટ્રક્ચર નવ મીટરની દરેક બાજુવાળા ચોરસમાં બેસાડેલું છે.
આ ચોરસના ચોકઠામાં બાર સ્થંભ છે. તેમાંના આઠ સ્થંભ અષ્ટકોણના ખૂણાઓ ઉપર છે અને ચાર સ્થંભ ચોરસના ચાર ખૂણાઓ ઉપર છે.
આ અષ્ટકોણ કુંડના સ્ટ્રક્ચરને પાંચ માળ છે. દરેક માળ પર એક સરખી સ્થાપત્ય રચના છે. સ્થાપત્યની દ્રષ્ટિએ ચોરસમાં બેસાડેલો આ અષ્ટકોણ કુંડ એ આખી વાવનું શ્રેષ્ઠ સર્જન છે.
અષ્ટકોણ મંડપના શાફ્ટની આઠે બાજુઓ ઉપર દરેક માળે રેઈલિંગ બાંધેલી છે. આ રેઈલિંગને આગળના અને પાછળના ભાગમાં જુદા જુદા પાયા છે. આ પાયાઓ ઉપર બેસવા માટેનો ભાગ ગોઠવેલો છે. બેસવાના ભાગ સાથે પીઠ ટેકવવાનો ભાગ જોડેલો છે. બેસાડવાના આ ભાગને આસનપત્તા અને પીઠ ટેકવવાના આ ભાગને કક્ષાંસના કહે છે.
 
"વાવનું શ્રેષ્ઠ સર્જન-અષ્ટકોણ કુંડ વાવના ત્રીજા અને ચોથા મંડપ વચ્ચે આવેલો છે."
 
ઉપરથી પહેલા અને બીજા માળના અષ્ટકોણ શાફ્ટની રેઈલિંગનો પીઠ ટેકવવાનો આઠે બાજુઓ ઉપરનો ભાગ(કક્ષાંસના) તૂટી ગયેલો હોય તેવો દેખાય છે. આ ભાગ ખરેખર તૂટેલો નથી પણ બાંધતી વખતે બંધવાનો અધૂરો રહેલો છે.
ગોળાકાર સીડીઓ:
વાવના જમીન ઉપરના ભાગથી પાણીના અષ્ટકોણ કુંડ કરફ આવવા માટે પૂર્વ દિશામાં બે માષ સુધી અને પશ્ચિમ દિશામાં ત્રણ માળ સુધી ગોળાકાર સીડીઓ છે. બંને દિશાની ગોળાકાર સીડી મારફતે કુંડના અષ્ટકોણ શાફ્ટ સુધી આવી શકાય છે. આ ગોળાકાર સીડીઓને લોકો ભમરભૂલી (ભૂલભૂલામણી) કહે છે.
ચોથો મંડપ:
ચોથા મંડપને પાંચ માળ છે. તેનો એક માળ હામાં પાણીમાં છે. આ મંડપમાં દરેક માળમાં બે બેની હારમાં બે બે એમ ચાચ ચાચ સ્થંભ છે. ચારે મંડપમાં આ મંડપ સૌથી નાનો અને સાંકડો છે.
 
"વાવના સ્થંભ, પાટડા, અષ્ટકોણ દ્રારમંડપ અને અષ્ટકોણ કુંડ ઉપર પાન, ફૂલ અને અર્ધ ફૂલોની ભાત કંડારેલી છે. કેટલેક સ્થળોએ બ્રકેટોમાં ગણપતિ, ભૈરવ અને નૃત્યનાં ચિત્રો કંડારેલા છે."
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved