વાવના પ્રકાર:
એક પ્રેવેશદ્રારની વાવને નર્મદા કહે છે. બે પ્રેવેશદ્રારની વાવને પ્રજ્ઞા કહે છે. ત્રણ પ્રવેશદ્રારની વાવને જયા કહે છે. અને ચાર પ્રવેશદ્રારની વાવને વિજ્યા કહે છે.
રૂડાબાઈની વાવનો પ્રકાર:
રૂડાબાઈની વાવને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણ દિશામાં પ્રવેશદ્રાર છે. એટલે આ વાવ જયા પ્રકારની છે.
જયા પ્રકારની ત્રણ પ્રવેશદ્રારની વાવ દેવોને પણ દુર્લભ હોય છે એમ સ્થાપત્ય શાસ્ત્રના અપરાજીત પૃચ્છા નામના પુસ્તકમાં લખ્યું છે.
રૂડાબાઈ વાવનું દિશાસ્થાન:
આ વાવ ઉત્તર દક્ષિણ દિશામાં આવેલી છે. ઉત્તર દિશામાં વાવનો કૂવો છે, દક્ષિણ દિશામાં વાવનું મુખ્ય પ્રવેશદ્રાર છે. વાવની લંબાઈ 75.3 મીટર છે.

1. એક ઝરૂખાની કોતરણીયુક્ત રચના
વાવના દરવાજા પાસે આવેલી પાણિયારીઓને બેસવાની ચાર શિલ્પકામનાળી બેઠકમાં એક ઝરૂખવાળી બેઠક.
 
પ્રેવેશદ્રાર અને દ્રમંડપ:
વાવને ત્રણ પ્રવેશદ્રાર છે. પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ ત્રણમાંથી કોઈપણ પ્રવેશદ્રારની સીડીએથી નીચે ઉતરતાં દ્રાર મંડપ આવે છે.
વાવની મુખ્ય સીડી:
દ્રારમંડપથી મુંખ્ય સીડી મારફતે વાવના પાણી સુધી જઈ શકાય છે. આ મુખ્ય સીજીનાં પગથિયાં અને વચ્ચે વચ્ચે આવતા પ્લેટફોર્મ ઉપર વાવા બાંધેલી છે.
વાવનાં માળ:
વાવના પાંચ માળ છે. ચાર માળ પાણીની બહાર છે. પાંચમો માળ પાણીની અંદર છે . મુખ્ય સીડીથી પાણી પાસે જઈને ઉંચે જોતાં વાવના પાંચ માળ સ્પષ્ટ સમજાય છે.

મુખ્ય પ્રવેશદ્રારના  ભરચક શિલ્પકામવાળા સ્થંભ(500 વર્ષ પહેલાનું સાદા પથ્થર ઉપરનું અજોડ શિલ્પકામ)
વાવના  મંડપ અને સ્ટ્રકચરના કોઠા:
વાવના મંડપ અને સ્ટ્રકચરના કોઠા છે. ત્રીજા અને ચોથા મંડપ વચ્ચે એક સુંદર અને ભવ્ય અષ્ટકોણ પાણીનો કુંડ છે. ( જુઓ અષ્ટકોણ કુંડનું ચિત્ર પાનું 173) પાણીના કુંડની ઉત્તરે અને ચોથા નાનામંડપની પાછળ ગોળાકાર પાણીનો કુવો છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved