રૂડાબાઈની વાવનો શિલાલેખ સંસ્કૃત ભાષામાં છે. છેલ્લા ત્રણ લીટી જુની ગુજરાતી ભાષઆમાં છે.
શિલાલેખમાં કુલ 17 લીટી છે. પહેલી એક લીડી સંસ્કૃત ગધ છે. બીજી વીસ લીટીઓમાં સંસક્ત ભાષામાં 16 શ્લોક છે. છેડે ત્રણ લીટી સંસ્કૃત ગધ અને બાકીની ત્રણ લીટી જુની ગુજરાતીમાં છે. શિલાલેખની લિપી નાગરી છે. આ લિપિમાં પડી માત્રાનો ઉપયોગ કરેલો છે.
શિલાલેખના લખાણનો ટુંક સાર:
સવંત 1555ના વર્ષે મહા સુદ પાંચમના દિવસે બાદશાહ શ્રી મહિમૂદનું રાજ્ય હતું.
તેના રાજ્યમાં દંડાહિદેશમાં મોકલસિંહ નામે વાઘેલા રાજા થયો. તેનો પુત્ર, કર્ણનો મુલુ અને મૂલુ મહુપ થયો. મહિપને રાજા બન્યો અને વેણ દેશના રાજાની પુત્રી રૂડાબાઈ સાથે પરણ્યો.
આ રૂડાબાઈએ રાજ્યના ખજાનામાંથી પાંચ લાખ રૂપયા(પાંચ લાખ ટંકા) લઈ પોતાના પતિના સ્મરણાર્થે દંડાહિદેશના અડાલજ જેવા ઉત્તમ નગરમાં સંવત 1555ના (ઈ.સ. 1499) મહા સુદ પાંચમાં દિવસે આ વાવ બંધાવી. વાવ બાંધનાર મુખ્ય કારીગર શ્રી માળીજ્ઞાતિના ભીમાં સૂત્ર માસણ હતા.
 
"અડાલજની વાવને ભમરિયો કૂવો ના જોયાં તે જુવતો મૂઓ"
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved