1. પૂર્વ પ્રવેશદ્રારના બે ટોડલા:
ટોડલાઓના બંને મથાળે ચારે બાજુએ ઢાળવાળા  આઠ આઠ લાંબા ખાંચા પાડી સુંદર શિલ્પકામ કાતરેલું છે.
2. દ્રારમંડપ:
દ્રારમંડપના સ્થંભ, પાટડા અને તેના ચોરસમાં બેસાડેલા અષ્ટકોણ મંડપના ઉપરના ભાગોનું શિલ્પકામ ખૂબ સુંદર છે. તેમાં પાન, ફૂલ, અને અર્ધફૂલોની ભાતો કંડારેલી છે. કેટલીક ઊભી ડિઝાઈનો ગોઠવી વેલ, પાન અને ફૂલ કોતરેલાં છે.
3. દ્રારમંડપની ઓરડીઓનું શિલ્પકામ:
ચારે ઓરડીઓના દરવાજા, બારીઓ અને ઝરૂખા શિલ્પકામથી ભરપૂર છે. તેમાં પાન, ફૂલ, અર્ધફૂલ અને ગોળાકાર ફૂલની ડિઝાઈનો છે. ઓરડીઓના ઝરૂખા અને કંદોરાઓમાં કેટલેક ઠેકાણે હાથી, ઘોડા અને વાઘની ડિઝાઈનો છે.
4. વાવના પાટડાનું શિલ્પકામ:
માટા ભાગના પાટડાઓ શિલ્પકામથી ભરપૂર છે. કેટલાક પાટડાઓ પર ફૂલ અર્ધફૂલ, વેલ અને તોરણોનાં શિલ્પકામ છે. તેમાં વચ્ચે વચ્ચે નાના બ્રેકેટોમાં કોઈક સ્થળે ગણેશ. કોઈક સ્થળે હનુમાન, અને કોઈક સ્થળે સિંહ જેવા મુખની આકૃતિ(કીર્તી મુખા) અને કેટલેક સ્થળે ફૂલ છે.
બીજા મંટપના મુખ્ય સીડી પરના એક પાટડામાં સ્કુલ ઉપર એ રાજા બેઠા છે બાજુમાં બે ચમરી નાંખનાર છે. સ્ટુલની બાજુમાં પાણીની શિરોઈ છે.
આ રાજાની બંને બાજુએ ઘણાં પ્રેમ દ્રશ્યો પણ છે. તેમાં વલોણું કરતી સ્ત્રીઓ, વાળ ઓળતી સ્ત્રીઓ, ડમરૂ અને કૂતરા સાથેના ભૈરવ, નૃત્ય કરતી છોકરીઓ, વાધ વાદકો તથા પોપટ સાથેની એક છોકરી છે. શિલ્પકામ અને કળાની દ્રષ્ટ્રિએ આખી વાવનું આ શ્રેષ્ઠ સર્જન છે.
5.વાવના સ્થંભોનું શિલ્પકામ:
વાવના બધા જ સ્થંભભદ્રક પ્રકારના છે. ભદ્રક પ્રકારના સ્થંભની કુંભી તથા સ્થંભ ચોરસ હોય છે અને તેની કુંભી તેની કુંભી તથા ચોરસ ભાગની ચારે બાજુના ખૂણાઓ પર ત્રણ ત્રણ ખાંચા પાડેલા હોય છે.

ગોખલામાં કળશ લટકાવીને કંડારેલું સૂર્યમુખીનું ફૂલ, વાવમાં આવા અનેક ગોખલા છે
વાવના સથંભની કુંભી, ભરણાં અને સરૂના ભાગ શિલ્પકામવાળા છે. વાવની મુખ્ય સીડીના ત્રીજા પગથિયા પર આવેલા દ્રારમંડપના ચારે સ્થંભ તો તળિયેથી ટોચ સુધી ચારે બાજુએ શિલ્પકામથી કળામય રીતે કંડારેલા છે.વાવના બધા સ્થંભોમાં આ ચારે સ્થંભોનું શિલ્પકામ એ શ્રેષ્ઠ સર્જન છે.
6. વાવની દિવાલોમાં કંડારેલું શિલ્પકામ:
વાવના પ્રવેશદ્રારથી પાણી સુધી આવેલી વાવની બંને બાજુની દિવાલોના બધા જ કંદારાઓ શિલ્પકામવાળા છે.તેમાં મોટે ભાગે લડતા હાથી અને ઘોડા છે. કેટલેક સ્થંળે ફૂલ, અર્ધફૂલ અને તોરણ છે.
7. સ્ટ્રક્ચર થાંભલાઓના નેજવાઓનું શિલ્પકામ:
સટ્રક્ચરના મુખ્ય સીડી પરના બધા જ નેજવાઓ શિલ્પકામથી ભરપૂર છે.
8. અષ્ટકોણ કુંડ મંડપનું શિલ્પકામ:
અષ્ટકોણ કુંડના મંડપને ઉપરથી પહેલા ત્રણ માળ પર બેસી શકાય તેવી રેઈલિંગ નાખેલી છે.
આ રેઈલિંગના બેલવવાળા ભાગ પર પાંદડાઓનું શિલ્પકામ છે.
અષ્ટકોણ કુંડના બધા જ માળનું શિલ્પકામ ભરચક, કળામય, સુંદર અને આકર્ષક છે.
9. નવગ્રહ:
પૂર્વ દિશાની ગોળાકાર સીડીમાંથી બીજે માળે ઉતરતાં સીડીના પ્રવેશદ્રારના (દરવાજા) ઉપરના ભાગ પર નવ ગ્રહ કંડારેલા છે. આ નવ ગ્રહ ડાબેથી જમણી તરફ અનુકિરમે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુગુ, શુક્ર, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ છે. ગ્રહોના આ શિલ્પકામમાં કારીગરોએ ભૂલથી બુધના ગ્રહને બદલે ભગવાન બુધ્ધને પહ્માસનની સ્થિતિમાં બેસાડેલા છે.
10. ગોળાકાર કૂવાઓમાંનું શિલ્પકામ:
કૂવાના ઉપરના ભાગમાં રિધ્ધિસિધ્ધિ સાથેના ગણપતિ કંડારેલા છે. કૂવાની ઉત્તર દિશા તરફની ગોળાકર દિવાલમાં દરેક માળે એકેક ઝરૂખો છે. આ ઝરીખાઓનાં જુદાં જુદાં શિલ્પકામ છે. કૂવામાંથી પાણી લેવા કોશ ખેંચવા નાંખેલા બંને આડિયા શિલ્પકામથી ભરપૂર છે.
11. ગોખલાઓનું શિલ્પકામ:
વાવમાં 56 જેટલા ગોખલા છે. બધા જ ગોખલા શિલ્પકામથી ભરપૂર છે. જેમાં ઉપરના પહેલ મજલે જમણી બાજુ પરના પહેલા ગોખલામાં સિંહ અને ત્રિશૂળની મૂર્તિ ઉપરના મથાળાની પટીમાં ગણપતિ બેસાડેલા છે. એટલે આ દુર્ગાદેવીનું વાહન અથવા તેમનું દેવસ્થાન છે. એમ અનુમાન કરી શકાય છે.
બાજુના બીજા ગોખલામાં વાવને લગતો શિલાલેખ છે. સામેના ત્રીજા ગોખલામાં કોઈ હિંદુ દેવના વાહનની ખંડિત મૂર્તિ છે. તેની બાજુનો ચોથો ગોખલો ખાલી છે.
નવદૂર્ગા દેવીનું પ્રતીક :
વાવના બીજા મજલે જમણી બાજુના પહેલા ગોખલામાં ત્રણની હરોડમાં ગોઠવેલી પાણીની નમ ગાગરો છે. હિંદુ શાસ્ત્ર પ્રમાણે આ નવ ગાગરો એ નવદુર્ગા દેવીનું પ્રતિક છે. આ માળના એક ગોખલામાં કોઈ શક્તિની (દેવીની) ખંડિત મૂર્તિ છે.
એક ગોખલામાં બંને બાજુએ જુદા જુદા હાથીના મુખમાંથી વેલ, પાન અને ફૂલ કંડારેલું શિલ્પકામ છે. આઠેક ગેખલાઓમાં એક જ અખંડ પથ્થરમાંથી કોતરેલાં સાદાં શિલ્પકામ છે.
સૂર્યમુખીના ફૂલના શિલ્પકામ:
બાકીના બધા જ ગોખલાઓમાં પૂરા ખીલેલા સૂર્યમુખીના ફૂલના એક જ જાતનાં સુંદર કળામય શિલ્પકામ છે. આ બધાં જ ફૂલની નીચે સાંકળ સાથે લટકાવેલા કળશ કંટારેલા છે. બધા જ ગોખલાઓની ઉપર નીચે અને બાજુઓમાં એમ ચારે પરિક્રમાઓ પર ભરપૂર શિલ્પકામ છે. (સૂર્યમુખીના ફૂલવાળા ગોખલાનું ચિત્ર પાનું 277)
દુનિયાની સર્વશ્રેષ્ઠ વાવ:
વાવનું આવું શિલ્પકામ જોતાં મુગ્ધ બની જવાય છે. વાવને પાંચ માળનો મહેલ બનાવી તેમાં ઝરૂખા, ગોખલા, થાંભલા, કંદોરા, પાટડા, દ્રામંડપ, અષ્ટકોણ કુંડ અને તેના લગભગ દરેક ભાગનને શિલ્પકામથી ભરી દેવામાં ગુજરાતના કારીગરોએ પોતાના પ્રાણ પાથર્યા છે.
અડાલજ જેવા શિલ્પ અને સ્થાપત્યવાળી આખા ભારત દેશમાં બીજી એક પણ વાવ નથી અને તેથી જ ભારતના પ્રવાસે આવનાર દુનિયાના બધાજ દેશના લોકો આ વાવ જોવા આવે છે અને તેનું 500 વર્ષ પહેલાંનું આવું શિલ્પ અને સ્થાપત્ય જોઈ મુક્ત કંઠે વખાણ કરે છે.
આવી વાવ બંધાવનાર મુખ્ય કારીગર શ્રીમાળી જ્ઞાતિના ભીમા સુત્ર માણસ હતા.વાવ બંધાવનાર રાણી રૂડાબાઈ હતાં. બંને આ વાવની સાથે સાથે અમર થઈ ગયાં છે. ભીમા સૂત્ર માસણ અને રાણી રૂડાભાઈ અમર રહો !
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved