(1) ઓરડાની ઊત્તર અથવા પૂર્વ બાજીથી, દીવાલને અડીને ખીલા-ખીલી વેનાનું એક પાટીયું મૂકવું.
(2) આ પાટીયા પર લાલ કપડું પાથરવું.
(3) લાલ કપડા પર 200 ગ્રામ જેટલા ઘઉં પહોળા કરવા.
(4) આ ઘઉં પર ત્રણ સોપારી મૂકવી.
(5) આ ત્રણ સોપારીઓમાં રિદ્રિ-સિદ્રિ સહિત મહા-ગણપતિજી બીરાજેલા છે તેમ મનમાં ભાવના કરવી.
(6) જો ગણપતિની મૂર્તિ હોય તો સોપારીઓના સ્થે ગણપતિની મૂર્તિ મૂકવી.
(7) ગણપતિની મૂર્તિને બદલે તેમનો ફોટો મૂકીએ તો પણ ચાલે, દીવાલમાં ગણપતિના ચિત્રવાળી તકતી કાયમ માટે બેસાડેલી હોય તો પણ ચાલે.
(8) ગણપતિની બાજુમાં કુળદેવીનો ફાટો મૂકવો.
(9) ગણપતિની સ્તુતિ અને આરતી માટે કંકુ, અબીલ, ગુલાલ પાન, ફૂલ, ચાખા, ધરો, પંચાવૃત, પાણી અને લાલ રંગની નાસસડી તૈયાર રાખવાં.
(10) ગણપતિની સામે બે પાટલા મૂકી વિધિ કરનીર પતિ-પત્નિએ બેસવું, પત્નીએ પતિની જમણી બાજુએ બેસવું.
(11) પતિ-પત્નિએ એકબીજાને હાથે નાડાસડી બાંધવી અને ચાલ્લા કરવા.
(12) જામને ઘેર લગ્ન-પ્રસંગ હોય તેમનાથી આ પ્રસંગના બધાં કામોને પહોંચી ન વળાય તો ગોરમહારાજની મદદ લાવી. ગોરની મારફતે બધી વ્યવસ્થા તથા વિધિ કરાવવાં.
પણ વિધિના બધા ભાગ આ વિભાગમાં વર્ણન કર્યા મુજબ સમજીને કરાવવા. જે વિધિ યજમાને કરાવના છે તે વિધિ મહારાજ કરી લે અને યજમાન તાનાથી સંતોષ માને
તેમ ન બનવું જોઈએ
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved