સંપૂટ ભાગવો.

સંપૂટ:પોંખણાનાં સાધનો સાથે કન્યાની માતા નાડાસડી બાંધેલો બે માટીનો સંપૂટ લાવે છે.
સંપૂટની સમજ:માટીના એક કેડીયામાં દહીં, કંકુ, ધરો, ચોખા મૂકી તેના ઉપર બીજું કોડીયું ઢાંકી નાડાસડી વડે બાંધેલા બે કાડિયાના જૂથને સંપૂટ કહે છે.
વરને સંપૂટ વડે પોંખવો:વરને પોંખણાનાં સાધનોથી પોંખ્યા પછી સંપૂટ વડે પોંખવામાં આવે છે. તેને બાજઠ નીચે વરનો જમણો પદ મૂકી શકાય તેવી રીતે મૂકવામાં આવે છે
આ સમયે વરની પોંશમાં રહેલ શ્રાફળ, પાન, સોપારી,રૂપયો વગેરે પોંખનાર સ્ત્રીએ પોંશમાં આપવામા આવે છે.આ સ્ત્રી આ ચીજોને ઘરમાં સ્થાપેલ ગણેશ સ્થાપનની
એક બાજુએ મૂકે છે.
સંપૂટ ભાંગવો: આ સમયે વરની બાજઠ ઉપરથી નીચે ઊતરતાં તેમના જમણા પદ પાસે મૂકેલા ,સંપૂટને જમણા પગથી ભાંગીને આગળ વધે છે અને માંયરામાં આવે છે.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved