1) વર માંયરામાં આવે ત્યારે તેમને પૂર્વાભિમુખ ખુરશી આપી બેસાડવામાં આવે છે.
2)કન્યાદાતા માંયરામાં ઉત્તરાભિમુખ પાટલા પર બેસે છે, કન્યાદાતાનાં પત્ની કન્યાદાતાની જમણી બાદુએ બેસે એક અલગ પાટલા પર બેસે છે.
3) કન્યાદાતા આમચન અએ પ્રાણાયમ કરી અન્નમય અને પ્રાણામય કોષોને શુધ્ધ અએ સ્વસ્થ કરે છે. આ વખતે ગોર મહારાજ કન્યાદાતા અને તેમનાં પત્નીને હાથે નાડાસડી બાંધે છે.
4) ત્યારબાદ મધુપર્ક(ઘી,દહીં અને મધનું મિશ્રણ) વડે વરનું પૂજન કરવામાં આવે છે. આ સમયે કન્યાદાતા વરને  ધી , દહીં અને મધમાં રહેલા બધા પોષક તત્વો મળે એવા આશીર્વાદ આપે છે.
5) ત્યારબાદ કન્યાદાતા તરફથી ચંદન. પુષ્પ અને અક્ષતાવાળું પાણી તાંબાંના પાત્રમાં લઈ વરના પગ ધૂએ છે.
6) તાંબાની કચરોટમાં વરના બંને પગ રખાવે છે. પ્રથમ જમણો પગ અને પછી ડાબો પગ ધૂએ છે. કન્યાદાતા વરના જમણા પગ ધૂએ છે. કન્યાદાતા વરના જમણા પગ પર કંકુ ચોપડી તે પગ પર ચોખા ચઢાવે છે.
8) અંગન્યાસ:
પછી વર જળસ્પર્શ કરે છે. જમણા હાથમાં પાણી લઈ તે હાથ નાડી. આંખ અને નાભિને અડાડે છે. આ વખતે વર હે જળદેવ, માંરા આ બધાં અંગોનું રક્ષણ કરો. તેમ કહે છે.
9) ત્યારબાદ કન્યાદાતા વરને ચાલ્લો કરી તે પર અજ્ઞત ચડાવે છે.
10) પછી ગોરમહારાજ મોટેથી બોલે છે:
ગણપતિનાં દર્શન કરાની ,    
જમણા હાથે માઢળ બાંધેલી,    
  કન્યા પધરાવે કન્યાના મામા    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved