ગણેશસ્તુતિ

1) ગણપતિના બાર નામો યાદ કરવા:  
  સુમુખ, એકદંતને કપિલ, ગુજકર્ણક,  
  લંબોદર, વિકટને, વળી વિધ્નનાશ વિનાયક,  
  ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર,ગજાનન,  
  આ બાર નામો યાદ કરતાં વિધ્ન સૌનું જાય છે.  
2) ગણપતિ સ્તુતિના છ પ્રસંગો યાદ કરવા :  
  વિધારંભે, વિવાહને પ્રવેશે, નિર્ગમે તથા,  
  સંકટને સંગ્રામ મધ્યે વિધ્ન તેનું જાય છે.  
ઉપર પ્રમાણે સ્તુતિ બાલ્યા પછી હાથમાં ચોખા લઈ ગણપતિનું આવાહ્ન કરવું.  
3) ગણપતિનું આવાહ્ન:  
  કષ્ટભંજક આપ આવો ,કષ્ટ અમ સૌ કાપવા,  
  સિધ્ધિ બુધ્ધિના પ્રિયે હે, લાભ અમને આપવા.  
ત્યારબાદ ગણપતિને હાથમાં ચોખાથી વધાવવા, ત્યારબાદ ગણપતિને પંટાવૃત સ્નાન કરાવવું.  
4) પમચાવૃત સ્નાન:  
  દુધ, સાકર, મધ, ઘી પાંચ વસ્તુ મેળવી,  
  આજ પંચાવૃત પ્રભો હે, સ્નાન માટે લ્યો ગ્રહી.  
5) પંચાવૃત સ્નાન પછી જળ સ્નાન કરામમું.  
6) જળ સ્નાન પછી વસ્ત્ર અએ જનોઈ પહેરાવવાં, કંકુ, ચંદન, તોખા, પુષ્પ, નાસાસડી અ લીલી ધરા ચડાવવાં.  
7) ધૂપ માટે અગરબત્તિ કરવી, ઘીનો દીવો કરવો. નૈવેધ જમાડવું.  
નૈવેધ :  
  ખાંજ, ઘીથી મિશ્ર આ નૈવેધ છે ઉત્તમ ઘણું,  
  મેં ધર્યું નેવેધ જે કંઈ તે ગ્રહી લેજે પ્રભુ.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved