ગણપતિની આરતી

જય જય લંબોદર હે....  
જય જય લંબોદર હે, જય શ્રી વિનાયકજી,  
સ્મરણ કરું હું તમારું (2) મન મુજ લ્યો વરતી  
  .................પ્રભુ જય શ્રી વિનાયકજી  
મુખ રાખી હસતું, કષ્ટ હરો હસતાં (2),  
ભક્ત તણા ઊરમાં પ્રભુ(2) ભાવ ધરી વસતાં  
  .................પ્રભુ જય શ્રી વિનાયકજી  
મંગલ રૂપ વિનાયક, મંગલ બધું કરજો(2)  
હોય અમંગલ લે સૌ(2) કૃરા કરી હરજો.  
  .................પ્રભુ જય શ્રી વિનાયકજી  
આરતી આ ગણપતિની જે કાઈ ગાશે.  
  .......................પ્રભુ જે ભાવે ગાશે.  
દિલથી સાફ બને તો કામ સફળ થાશે.  
  .....................પ્રભુ સુખ શાતિ થાશે  
જય જય લંબોદર હે...  
જય જય લંબોદર હે, જય શ્રી વિનાયકજી  
સ્મરણ કરું હું તમારું(2) મન જ લ્યો વરતી  
  .................પ્રભુ જય શ્રી વિનાયકજી  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved