ક્ષમાપના:
ન આહવન હું જાણું છું, તમારું જાણું નહીં પૂંજન, બધું મુજને ક્ષમા કરજો, ઉદર મોટું ધરો છો મન.
આ રીતે પૂજન કરી હાથમાં પાણી લઈ શ્રી ગણપતિ પ્રસન્ન થાઓ એમ કહી પૂજાનો વિધિ ગણપતિને સમર્પણ કરવો. હાથમાંનું પાણી તરભાણામાં મૂકી શ્રી ગણેશાય નમ: એમ બોલવું.
ત્યારબાદ પતિપત્નિએ ગણપતિ સમક્ષ બે હાથ જોડી નીચે પ્રમાણે બોલવું.
હે ગણપતિ દાદા, આપ અમારે ત્યાં પધાર્યા છો. અમારે આજનો પ્રસંગ હેમક્ષેમ(કોઈ પણ જાતના વિધ્ન સિવાય) પૂરો પાડવા અમે આપને વિનંતી કરીએ છીએ.
નોંધ: આ પ્રસમગે હાજર રહેલી સ્ત્રીઓએ ગણપતિ પ્રશંસાનું નીચેનું ગીત ગાવું
  અમારા ઘેર આવો રે ગણેશ દુંદાળી,    
    ગણેશ દુંદાળા ને મોટી ફાંદવાળા..........    
    અમારા ઘેર    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved