નવગ્રહ પૂજન

હે નવગ્રહ દેવો! હું આપનું પૂજન કરું છું. મારું આ પૂજન સ્વીકારવા આપને નમ્ર વિનંતી છે.
  સૂર્ય:  
    સૂર્યનારાયણ તમોને વંદું વારંવાર હું,
    નષ્ટ કરનારા તિમિરને પહ્યવનથા પ્યાર શું ?
  ચંદ્ર:  
    શૂલપાણીનું ભૂષણ છો, રાત સોહાવો તમો,
    ક્ષીર સમ હે કાન્તિવાળી ચંદ્રમા વંદન ગ્રહો.
  મંગળ:  
    ઓ ધરાસૂત વીજળી સમ તેજવાળા છો તમો,
    શક્તિ ધરનારા અમારા સર્વનું મંગળ કરો.
  બુધ:  
    સૌમ્યગુણવાળા તમે છો સૌમ્ય અમને પણ કરો,
    ઠામ શુધબુધ રાખજો વંદન બધીં સ્વીકારજો.
  ગુરૂ:  
    દેવ ઋષિઓના દુરો છો, ઈશ છો ત્રૈલોક્યના,
    બુધ્ધિના ભંડાર છો સ્વીકારો અમારી વંદના.
  શુક્ર:  
    સર્વ દૈત્યોના ગુરો છો સર્વ શાસ્ત્રોમાં કુશળ,
    શ્રાય કરનારા હે ભાર્ગવ આપના પૂંજું ચરણ.
  શનિ:  
    નીલક્રાતિ છે તમારી, સૂર્યના સૂત છે તમો,
    સર્વને ભયભીત કરનારા નમન મારા ગ્રહો.
  રાહુ:  
    સિંહિકાના પુત્ર છો તમ ચંદ્ર ભાસ્કર ભય ધરે,
    માત્ર ધડથી ધ્રૂજતા હે રાહુ તમને , નમે.
  કેતુ:  
    કેસુડાં સમ ક્રાંતિ છે, તમ તારકો મસ્તક ઉપર,
    કેતુ તમને હું નમું છું, રૂપ છે તમ ધૂરંધર.
સૌ ગ્રહોને નમસ્કાર
    સૌ ગ્રહો તમ શાંત રહેજો, ને અનુકૂળ પણ થજો,
    શાંતિ પથરે બધે બસ આપને વંદન હજો.
છેવટે હાથમાં જળ લાઈ બોલવું-
હે નવગ્રહ દેવો, અમોને શાંતિ આપો અને સદા અનુકૂળ રહો
આ પ્રમાણે બોલી હાથમાંનું પાઁઈ તરણભાણામાં મૂકવું અને નવગ્રહ પૂજનનો વિધિ નવે ગ્રહને અર્પણ કરવો.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved