કન્યાપક્ષ કરફથી નક્કી કરેલા સગ્નના સમયનું સૂચન થતાં વરકન્યાના માંડવે આવે છે.
કન્યાના માંડવે જ્યાં તોરણ બાંધેલું હોય છે તે ઠેકાણે રીખવામા આવેલા બાજઠ પર વર ઊભા રહે છે.
આ સમયે કન્યાની માતા માથે મોડ મૂકી વરને પોંખવાની સર્વ સામગ્રી ધૂસર,મુસળ, રવૈયો, ત્રાક, તાર, સાંઠાના ચાર સળિયા, કંકુની ચાર પિંડીઓ તથા ચંદન, ચોખા.
ફૂલ વગેરે લઈને આવે છે, આ સાથે ગોર મહારાજ પણ હોય છે.
હવે કન્યાની માતા વરને પોંખવાની વિધિમાં રોકાય છે. આ સમયે ગોર મહારાજ આશર્વાદ આપે છે.
  હોમ સુમુહૂર્ત શુભલદગ્ન ક્ષોમં કલ્યાણં
    આરોગ્યં નિર્વિધ્નેન શુભં ભવતું
(આજના સારા સમયનું શુભલગ્ન નિરવિધ્ને પાર પડો.)
આ સમયે કન્યાની માતા ઉપર બતાવેલી પોંખવાની વસ્તુઓ પર પોતાની સાડીનો છેડો ઢાંકી વરના ડાબા અઁગથી જમણા અંગ તરફ જાય એવી રીતે જાણે વરની
આરતી ઉતારતી હોય તેમ વરને ચાર વખત પોંખે છે.
ધૂસર, મુસળ, રવાઈ, ત્રાક અને તીરથી પોંખ્યાબાદ સાંઠાના ચાર સળિયા અને કંકુની પિંજીઓથી વરને પોંખવામાં આવે છે, આ સાંઠા તથા પિંડીઓને ચારે દિશામા
એકેક નાખવામાં આવે છે
.
(જુઓ ગીત નં.30)
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved