વાડી તે મારી વાવલડી

  વાડી તે મારી વાવલડી,    
    મારા ભમરજી હો રાજ.    
  વાડીમાં પેઠું તે કોણ?    
  પેઠા રમણભાઈ પાતળિયા,    
    મારા ભમરજી હો રાજ.    
  લાવ્યા ચંપલિયાનાં ફૂલ,    
  અડધાં તે રાજના છોગે,    
  અડધાં મારાં મેના વહુને કાજ,    
    મારા ભમરજી હો રાજ.    
    વાડીમાં પેઠું તે કોણ?    
  રમણભાઈ તે ચાલ્યા નોકરીએ,    
  મારાં મેના વહુ તે ધાન ના ખાય,    
    મારા ભમરજી હો રાજ.    
    વાડીમાં પેઠું તે કોણ?    
શબ્દાર્થઃ વાવલડી-નાની વાડી, ભમરજી-રમણભાઈને ભમરાની ઉપમા આપી છે.  
સમજૂતીઃ        
(1) વાડીમાં પેઠું તે કોણ? – સંસારરૂપી વાડીમાં રમણભાઈ પેઠા.  
(2) ચંપલિયાનાં ફૂલ-ચંપાના ફૂલ જેવી મેના વહુ લાવ્યા.  
(3) મેના વહુ તે ધાન ન ખાય-પોતાના પતિ ભૂખ્યો હોય ત્યા સુધી મેના વહુ જમતાં નથી. પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહે છે.  
   
સંસારરૂપી વાડીમાં સુખદુઃખમાં સાથે રહે તેવી સ્ત્રી જોઈએ.  
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved