દશમી પેઢીમાં માડણજી પટેલ થયા. તેમના સમયમાં ઈ.સ. 1730માં દિલ્હીના અમદાવાદના જૂના સુબાદાર સર બુલંદખાન અને દિલ્હીના નવા સુબેદાર અભેસિંહ વચ્ચે અડાલજ મુકામે ભારે લડાઈ થઈ. આ લડાઈ વખતે બંને લશ્કરોએ અડાલજને લૂટયું. આથી અડાલજના લોકોનો મોટો ભાગ ગામ છોડીને ચાલ્યો ગયો.
માંડણજી પટેલને બીજા પાંચ ભાઈ હતા. રૂપજી, રતનજી, નાગજી, નરસિંહદાસ અને વાલજી. ઈ.સ. 1730ના અડાલજના આ ભયંકર યુધ્ધ વખતે માંડણજી પટેલ તેમના પાંચ ભાઈઓને લઈને સાવલી(જી.ખેડા) ગયા. યુધ્ધ શાંત થતાં માડણજી પટેલ અડાલજમાં પાછા આવ્યા. તેમના પાંચે ભાઈઓ સાવલી રહ્યા અને પાંચે ભાઈઓના વંશલાકસો ત્યાંથી વડોદરા અને ભરૂચ તરફ ગયા.
માંડણજી પટેલને ચાર દિકરા હતા. મકનદાસ, મનજી, ધનજી અને મુળજી.
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved