ગુલાબવાડી જોવા મળિયા લોક રે.    
  મોટરો જોઈએ તો મારા મનુભાઈની લેજો રે,    
  એવી એવી જુગતિમાં રમણભાઈ પરણાવો રે,    
  ધોરડા જોઇએ તો મારા જશુભાઈના લેજો રે,    
  એવી એવી જુગતિમાં રમણભાઈ પરણાવો રે,    
  રૂપૈયા જોઈએ તો મારા કાશુભાઈના લેજો રે,    
  એવી એવી જુગતિમાં રમણભાઈ પરણાવો રે,    
  ભાઈબંધો જોઈએ તો યુવકમંળડ આવે રે,    
  એવી એવી જુગતિમાં રમણભાઈ પરણાવો રે.    
શબ્દાર્થઃ ગુલાબવાડી-ગુલાબનો મંડપ, ચૌટા વચ્ચે-ચાર રસ્તા એકઠા થાય તેવી જગ્યાએ, જુગતી-યોજના-સગવડ, ધોરીડા- બળદ  
સમજુતીઃ        
1) લગ્નમાં મોટરો, રૂપયા, મંડપ, ખુરશીઓ, તોરણો, શણગારનાં સાધનો, રસોઈયા, મિત્રો, સંબંઘીઓ, ગોર મહારાજ વગેરે અનેક સાધનો અને માણસોની જરૂર પડે છે.  
2) આ બધાં સાધનોનું અગાઉથી લીસ્ટ કરી ક્યાં સાધનો ક્યાંથી મંગાવવા તેની નોંધ કરવી જોઈએ તેમ આ ગીત સૂચવે છે.  
         
  લગ્નનાં જરૂરી સાધનો ક્યાં ક્યાંથી લાવવાં તેનું અગાઉથી લીસ્ટ કરી રાખવું જોઈએ.    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved