સરસ્વતિ સ્વામીને વિનવું રે,    
  ગણપત લાગુ પાય રે શાંતાબહેન    
    તમે રે ગોરાં ને રાયવર શામળા રે,    
  ડાકોરમાં ઠાકોર શામળા રે,    
  એ રે દેખીને મન વાળો શાંતાબહેન    
    તમે રે ગોરાં ને રાયવર શામળા રે,    
  દ્રારકામાં શ્રી કૃષ્ણ શામળા રે,    
  એ રે દેખીને મન વાળો શાતાંબહેન    
    તમે રે ગોરાને રાયવર શામળા રે.    
શબ્દાર્થઃ સરસ્વતિ સ્વામી-વિધાના દેવી સરસ્વતી, ગણપત-ગણપતિ, રઇવર-વરરાજા.    
સમજૂતીઃ        
1) કેટલાક સમજોગોમાં કન્યાનું રૂપ ગોરું હોય છે અને વરરાજાનું રૂપ કાળું હોય છે.  
2) શામળા રૂપવાન વરરાજા ડાકોરના ઠાકોર કે દ્રારકાના શ્રી કૃષ્ણ જેવી ગુણવાન હોય તો વરકન્યાનુમ આ જોડું વધારે સારું ગણાય એમ સમજાવવાનો આ ગીતનો ભાવાર્થ છે.  
3) વરના રંગરૂપમાં સાઘારણ ખામી હોય પણ તે ગુણવાન, કમાતો અને સારા કુટુંબનું ભરણપોષણ કરી શકતો હોય તો તે વધારે સારો ગણાય.  
4) આવો વર મિથ્યાભિમાની ન હોય અને તેથી તે તેની ભાવી પત્ની સાથે આખું જીવન સમપ, સહકાર અને પ્રેમથી રહે તેવુમ સમજાવવાનો આ ગીતનો ભાવાર્થ છે.  
         
  રંગરૂપની ખામીવાળો વર માયાળુ અને પ્રેમાળ હોય.    
   
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved