ગોર કરો રે ઉતાવળ

  ગોર કરો રે ઉતાવળ ગોર ચટપટીયું,    
  ગોરનું ગોળી જાવડું પેટ ગોર ચટપટીયું,    
  ગોરનું હાથી જેવું નાક ગોર ચટપટીયું    
  ગોરનું નાની નાની આખો ગોક ચટપીયું    
    ગોર કરો રે ઉતાવળ....    
  ગોરના સુપળા જેવા કાન ગોર ચટપટીયું    
  ગોરની ઊંટ જેવી ડોક ગોર ચટપટીયું    
  ગોરના ગાગર જેવા ગાલ ગોર ચટપટીયું    
  ગોરના હાથી જાવા હાથ ગોર ચટપટીયું    
    ગોર કરો ઉતાવળ....    
શબ્દાર્થઃ ચટપટીયું-ચૂટલી ખણવી, ગોર ઉતાવળ ન કરો તો સ્ત્રીઓ તેમને ચૂંટલી ખણીને ઉતાવળ કરાવવાની ધમકી આપે છે.    
સમજૂતીઃ        
1) પાટીદારોના ગોર કેવા તંદુરસ્ત , ચંચળ, ડાહ્યા, વિધ્વાન અને બુઘ્ઘિશાળી હતા , તેનો ઉલ્લેખ આ ગીતમાં છે.  
2) ગોળી જેવળું પેટ- સહનશક્તિવાળા.  
3) હાથી જેવું નાક – ગણપતિ જેવા ડાહ્યા અને વિધ્વાન  
4) નાની નાની આંખો- બારીકાઈથી જોનાર.  
5) સુપડા જેવા કાન- બધાનું સાંભળનાર.  
6) ઊંટ જેવી ડોક- પાતળી ડોક એટલે બુધ્ધીશાળી.  
7) ગાગર જેવા ગાલ- તાદુંરસ્ત.  
8) હાથી જેવા હાથ- મજબૂત હાથ.  
         
  ગણપતિમાં જેટલા ગુણ છે તેટલા ગુણ પાટિદારોના ગોરમાં હોવા જાઈએ.    
   
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved