પીઠી

  પીઠી પીઠી ચોળો રે પિતરાણી.    
  પાઠી ચોળે પીઠી ચોળે રે પેતરાણી.    
  હાથ પગ ચોળે છે વરની ભાભી.    
  મુખડાં નિહાળે રે વરના માતા    
  (મુખડાં સામે જોતી રે વરની માતા)    
  પહેલી પીઠી ચડશે રે મારા જિયાવરને    
  ઊતરતી પીઠી ચડશે રે પેલી છોડીને    
  પાકાં તેલ ચડશે રે મારા જિયાવરને    
  કાચાં તેલ ચડશે રે પેલી છોડીને    
  પડતી કેરી ખાશે રે મારા જિયાવીર    
  ગોટલા તો ચૂસશે રે પેલી છોડી    
શબ્દાર્થ : પિતરાણી- કાકાની દિકરીની વહુ-પિતરાઈ ભાઈની વહુ, નિહાળે- જુએ, જિયાવર- હોશિંયાર વર- પ્રવિણ વર.    
સમજૂતીઃ  

 

   
1) વરને પીઠી થઈ ગઈ , સ્નાન કરાવ્યું, કપડાં પહેરાવ્યાં, મંઢળ બાંધ્યું, વરનાં શરીર અને કપડાં પર તેલ અત્તર છાંટયું, મોં પર મેઈકપ કર્યો , ફરીથી પાઉડર અને તેલ અત્તર છાંટયાં.  
2) હવે વરની બહેને શું કર્યું ! વરના મુખમાં પાન અને સોપારી મૂક્યાં. વરના હાથમાં નાળીયેર, રૂપિયો અને તલવાર કટાર આપ્યાં. વરની બહેન આ પાચે સાધનો વરને આપતિ
વખતે કન્યાની ઓળખ આપતાં હવે પછાનાં ગીતમાં સમજાવે છે.
 
   
  વરના મુખમાં પાન અને સોપારી આપ્યાં, વરના હાથમાં નાળિયેર,રૂપયો અને તલવાર આપ્યાં.    
   
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved