અચકો મચકો કારે’લી

  અચકો મચકો કારેલી ?    
  મારા બે ભાઈ કુવારા લાલ    
    અચકો મચકો કારેલી ?    
  તમને ક્યા ભાઈ ગોરા ગમશે રાજ,    
    અચકો મચકો કારેલી ?    
  મને બાબુ ભાઈ ગોરા ગમશે રાજ,    
    અચકો મચકો કારેલી ?    
શબ્દાર્થ: અચકો-આજ, મચકો-કાલ, અચકોમચકો-આજકાલ,કારેલી- ક્યા રહેલી-ક્યાં રહી હતી.    
સમજુતિ:        
1) વરની બહેન તેની સાહેલીને કહે છે કે તેં મને સારો વર શાધી આપવાનું કહેલું, તને સારો વર મળે તેવો પ્રસંગ આવ્યો છે.  
2) આવા શુભ પ્રસંગે આજકાલ તું ક્યાં રહી હતી ?  
3) હજી મારા બે ભાઈ કુંવારા છે. તેમાંથી તને જે ભાઈ પસંદ પડશે તેની સાથે તારાં લગ્ન ગોઠવી આપીશ.  
4) સારી કન્યા અને સારો વર શોધી આપવામાં વરની બહેનો અને તેની સાહેલીઓ પાટીદાર સમાજમાં કેટલો અગત્યનો ભાગ ભજવતાં
હતાં તે સમજાવવાનો આ ગીતનો ઉદ્દેશ છે.
 
5) બહેનો અને સાહેલીઓની આટલી વાતચીત પછી મેઈક અપ કરેલા (પીઠી કરેલા) વરરાજાને ફૂલોનો હાર પહેરાવવામાં આવે છે અને
વરરાજા પરણવા જવા માટે ધીમાં પગલાં માડે છે ત્યારે સ્ત્રીઓ આનંદી, મીઠા અને પરણવા મંગલમય અવાજે ગાય છે.
 
   
મારા બે ભાઈ કુંવારા લાલ, અચકોમચકો કાંરાલી (ક્યાં રહેલી ?)    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved