ડાકે વાગ્યો ને લશ્કર ઉપડયું, જરમરિયા ઝાલ્યા.    
  આવી ક્યા ગામની જાન રે, જરમરિયા ઝાલ્યા.    
  નટુભાઈ વેવાઈ આવ્યા જાનમાં, જરમરિયા ઝાલ્યા.    
  ક્યાં વેવાઈ આવ્યાં જાનમાં, જરમરિયા ઝાલ્યા.    
  ક્યાં વેવાઈ આવ્યાં જાનમાં, જરમરિયા ઝાલ્યા.    
  શાંતા વાવાણ નાઠાં જાય રે, જરમરિયા ઝાલ્યા.    
શબ્દાર્થ: જરમિયા- જમરખ દીવો- લીલા લાકડાની મશાલ ઝાલ્યા જમરખ દીવા ઝાલ્યા.    
સમજુતિ:        
વીજળી કે પેટ્રોમેક્ષ નહોતાં ત્યારે લીલા લાકડાની મશાલો બનાવીને જાનમા લઈ જતા અને કહેતા લીલી દાંડીનો  જમરખ દીવડો  
અને        
જાન જ્યારે પાસેના ગામના ગોદરેથી પસાર થાય છે ત્યારે વરરાજા અને જાનૈયાઓને જાવા લોકો ટોળે વળે અને પૂછે છે.  
નગરીના લોકે પૂછીયું રે,  
ક્યો રાણો પરણવા જાય !  
         
  જમરખ દીવા- જરમરિયા ઝાલ્યા.    
ચરોતર

© 2018 epuIT. All Rights Reserved